Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 11:42:42 PM IST
 

જીપની હડફેટે સાગોડીયાના સરપંચનું મોત

Apr 24, 2012 Ahmedabad > Banaskantha-Patan
 
comment     E-Mail     Print    
 
Viewed: 288
Rate: 0
Rating:
Bookmark The Article

પાટણ,તા.૨૩

પાટણ શહેરના નવાગંજના પાછળ આવેલ ગેટ પાસે બપોરના સમયે કિસાન હિત યાત્રામાં જવા બાઈક પર નીકળેલા સાગોડીયાના સરપંચનું અજાણ્યા જીપ ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બનાવના પગલે લોકો એકત્રિત થઈ ગયા હતા. જીપચાલક ફરાર થઈ ગયો હતો. સાગોડીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

  • અકસ્માત સર્જક જીપ ચાલક ફરાર : સાગોડીયા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું

પાટણ શહેરના નવાગંજમાં કિસાન હિત યાત્રા આવેલ હોઈ જ્યાં સભા યોજાયેલ હોઈ તે સમયે સાગોડીયાના રહેવાસી અને તાજેતરમાં ચૂંટાયેલ સરપંચ બાબુભાઈ શિવાભાઈ પ્રજાપતિ (ઉ.વર્ષ.આશરે ૪પ) જેઓ તેઓનું બાઈક લઈ સાગોડીયાથી બપોરના સમયે નીકળી નવાગંજ ખાતે કિસાન હિત યાત્રામાં આવતા હોઈ તે દરમ્યાન નવાગંજના પાછલા ભાગે આવેલ ગેટ પાસેથી વળાંક લેતા એક અજાણ્યા જીપ ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી બાબુભાઈ શિવાભાઈ પ્રજાપતિના બાઈકને ધડાકાભેર ટક્કર મારતા બાઈક રોડના ડીવાઈડરોને ટકરાતા તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું ત્યારે ટક્કર મારનાર જીપ ચાલક ઘટના સ્થળેથી નાસી છુટયો હતો.

ત્યારે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા ત્યારે આ બાબતની જાણ તેઓના પરિવારોને થતા તેઓ ઘટના સ્થળે આવી રોકકળ કરી મુકી હતી. કરૂણ ઘટનાના પગલે સાગોડીયા ગામમાં શોકમય વાતાવરણ વ્યાપી જવા પામ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com