Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 04:58:58 PM IST
 

બે જુથો વચ્ચે અથડામણ : ૭ ઘાયલ

Apr 24, 2012 Ahmedabad > Mehsana
 
comment     E-Mail     Print    
 
Viewed: 292
Rate: 0
Rating:
Bookmark The Article

કલોલ,તા.ર૩

કલોલ તાલુકાના મોટીભોયણ ગામમાં શનિવારે સવારે ઘાસ સળગાવાની તેમજ ઘંઉના ભાગ પાડવા બાબત ઠાકોરો વચ્ચે થયેલી જુથ અથડામણ દરમ્યાન એકબીજા પર ઘાતક હથીયારોથી હુમલો કરવામાં આવતા ૭ જણા ઘાયલ થઈ ગયા હતા જેથી ગામમાં હોહા મચી જવા પામી હતી બનાવબાદ કલોલ તાલુકા પોલીસે બંને પક્ષના ૧૦ જણા વિરૂધ્ધ સામસામે ગુનો દાખલ કરી વધુ તપાસ ચલાવી છે.

  • ૧૦ આરોપીઓ વિરૂધ્ધ સામસામે ફરિયાદો નોંધાઈ : ઘાતક હથિયારો વડે હુમલો

આ બાબતે મળતી માહિતી અનુસાર કલોલ તાલુકાના મોટીભોયણ ગામમાં રહેતા ઠાકોર ભલાજી શનાજી તથા ઠાકોર કિશનજી ગોવિંદજીના માણસો વચ્ચે શનિવારે સવારે ઘાસ સળગાવા તેમજ ઘંઉના ભાગ પાડવા બાબતે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી ત્યારબાદ બંને પક્ષો વચ્ચે મામલો હિસંક બની જતા દાંતી, લાકડી, પાઈપો અને ધારીયા વડે એકબીજાની ઉપર હુમલો કરવામાં આવતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ વચ્ચે નાસભાગ મચી ગઈ હતી જયારે હુમલામાં બુધાજી ,બદાજી, જશીબેન, અમરતજી તથા તેમની પત્ની વગેરે તેમજ ગોવિંદજી ગંભીરપણે ઘાયલ થઈ જતા તમામ ઘાયલોને તાત્કાલીક સારવાર માટે કલોલના સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા બનાવબાદ ખબર પડતા કલોલ તાલુકા પોલીસે બંને પક્ષના ઠાકોર ગોવિંદ સવધાનજી, કરશન ગોવિંદજી, કિશન ગોવિંદજી, પરેશ ગોવિંદજી, સવિતા ગોવિંદજી ,બુધા શનાજી, બળદેવ બુધાજી, અમરત ભલાજી અને ગનો ભલાજી તમામ રહે.મોટીભોયણ તા.કલોલ વગેરે વિરૂધ્ધ સામસામે ફરિયાદો નોંધી તથા ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com