Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 11:33:29 AM IST
 

બાયોલોજીનું પેપર સરળ, મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ

Apr 24, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 196
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૨૩ :

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વાર યોજાઈ રહેલી ધો.૧૧ સાયન્સની સેમેસ્ટર-૨ની પરીક્ષાઓ અંતર્ગત આજે જીવવિજ્ઞાનનું પેપર યોજાયું હતુ.

  • સંસ્કૃત અને કોમ્પ્યુટરના પેપર બાકી

પરિણામે હવે ગ્રુપ-એ તથા બીના તમામ મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થતાં, વિદ્યાર્થીઓએ હળવાશનો અનુભવ કર્યો હતો. દરમ્યાન, આજનું જીવવિજ્ઞાનનું પેપર અતિશય સરળ હોવાનું વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જણાવે છે. શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી ધો.૧૧ માટે સેમેસ્ટર પદ્ધતિ અપનાવવામાં આવી છે. જે અંતર્ગત છેલ્લાં એક સપ્તાહથી યોજાઈ રહેલી પરીક્ષામાં આજનું બાયોલોજીનું પેપર તજજ્ઞાોએ એકંદરે સરળ અને પાઠયપુસ્તક આધારિત ગણાવ્યુ હતુ. જેમાં હોશિયાર વિદ્યાર્થીઓને ૯૦-૯૫ ગુણ લેવા અતિશય સરળ હોવાનું જ્યારે સામાન્ય વિદ્યાર્થીઓ પણ ૭૦ થી વધુ ગુણ સરળતાથી મેળવી શકે તેમ હોવાનું ઉમેર્યુ હતુ. આજનું પેપર પૂર્ણ થતાં હવે બંન્ને ગ્રુપના તમામ મુખ્ય પેપરો પૂર્ણ થયા છે. આવતીકાલે રજા છે તથા બુધવારે સંસ્કૃતનું અને ત્યાર બાદ કોમ્પ્યુટરની પરીક્ષા યોજાશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com