પૂણે 24, એપ્રિલ
પૂણે વોરિયર્સના કેપ્ટન સૌરવ ગાંગુલી આઈપીએલમાં આ વખતે પોતાની શાનદાર કેપ્ટનશીપ માટે ચર્ચામાં છે. દિલ્હી ડેરડેવિલ્સ સામે ગાંગુલીએ દમદાર ઑલરાઉન્ડર પ્રદર્શન કરીને પૂણેને જીત અપાવી હતી. તેમણે બોલિંગ કરીને પ્રથમ બોલમાં જ પીટરસનને પેવેલિયન ભેગો કર્યો હતો. જોકે, યુવરાજ સિંહે દાદાને બોલિંગ કરતી વખતે હેરસ્ટાઈલ તરફ પણ ધ્યાન આપવાની સલાહ આપી હતી.
યુવરાજે ટ્વિટર પર લખ્યું કે દાદા તમે શાનદાર બોલિંગ કરી પણ આગામી મેચમાં બોલિંગ કરતી વખતે હેરસ્ટાઈલનું પણ થોડું ધ્યાન રાખજો ! યુવીએ એમ પણ ઉમેર્યુ કે તમે મારી હેરસ્ટાઈલ વાપરી શકો છો જેનો મેં છેલ્લા 4 મહિનાથી ઉપયોગ કર્યો નથી.
તેમના મતે દાદા યુવી માટે મોટાભાઈ સમાન છે. યુવરાજ સૌરવની કેપ્ટનશીપ હેઠળ ઘણું ક્રિકેટ રમ્યો છે. હાલમાં જ યુવરાજ કેન્સરની સારવાર કરાવીને સ્વદેશ પરત ફર્યો છે અને ટૂંક સમયમાં બેટિંગ પ્રેક્ટિસ કરવાની તૈયારી પણ તેમણે બતાવી છે જેકે, આ બાબતે સૌરવે યુવીને જરા પણ ઉતાવળ ન કરવાની સલાહ આપી છે.