Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 06:08:42 PM IST
 

બેડરૂમમાં બબાલ

Apr 24, 2012 Supplements > Ardha Saptahik
 
comment     E-Mail     Print    
 
Viewed: 11639
Rate: 4.0
Rating:
Bookmark The Article

કાનમાં કહું

પાંચેક વર્ષ સુધી એકબીજાના પ્રેમી રહ્યા બાદ સુજાતા અને શ્વેતલનાં લગ્ન થયાં. બન્ને વચ્ચે ખાસ્સો તાલમેલ. બધાને એમ જ લાગે કે મેડ ફોર ઈચ અધર કહેવત આમને જોઈને જ બની હશે. સુજાતા ૩૨ની અને શ્વેતલ ૩૫નો છે. આમ તો બન્નેની સેક્સલાઈફ સરસ ચાલે છે. લગ્ન બાદ સેક્સ તેમના માટે નવું નથી, કેમ કે એ તો એ લગ્ન પહેલાં પણ માણતાં. અલબત્ત, હવે તેમની સેક્સલાઈફ રૂટિનનો ભાગ બની છે. અઠવાડિયે ચારથી પાંચ વખત તેઓ સેક્સ માણે છે.

શ્વેતલને કોન્ડોમ વાપરવો નથી ગમતો. તેને એવું લાગે છે કે ગર્ભનિરોધન માટે સુજાતાએ ગોળીઓ લેવી જોઈએ. કોન્ડોમ પહેરીને સેક્સ માણવામાં તેને અસલી મજાની ફિલ નથી આવતી. સુજાતાને એવું લાગે છે, કે શ્વેતલ કોન્ડોમ વાપરતો જાય તો સેક્સલાઈફ ટેન્શન ફ્રી બની જાય. તેને ગોળી લેવી નથી ગમતી અને કોન્ડોમ વગર સેક્સથી ગર્ભ રહી જવાનો ડર રહે છે.

ધીમે ધીમે સમસ્યા ગંભીર બનતી ગઈ. વર્ષોની સમજદારી આગળ સેક્સ કઈ રીતે માણવું એની જીદ આવીને ઊભી ગઈ. બન્ને પ્રોફેશનલ્સ હતાં. સારો પગાર અને સારી નોકરી હતી એટલે મિજાજ એકદમ સ્વતંત્ર. પણ વર્ષોથી એકબીજાંને ઓળખતાં હોવાને કારણે તરત કોઈ સમસ્યા સોલ્વ થાય એમ ન હતી પણ લાંબો સમય આ સ્થિતિ ચાલે એમ પણ ન હતી.

બન્ને વચ્ચે બેડરૂમમાં ફાઈટિંગ વધતી ગઈ અને આખરે સેક્સ પર જ બ્રેક વાગી ગઈ ત્યારે તેઓ મારી પાસે આવી પહોંચ્યાં. સેક્સોલોજિસ્ટની સલાહ લેવાનું ડહાપણ દાખવ્યું એ વળી તેમણે સમજદારીનું કામ કર્યું. મેં તેમને સમજાવ્યાં કે કોન્ડોમ એ સૌથી સરળ અને હાથવગો ગર્ભનિરોધક ઉપાય છે. ગોળીઓ લેવામાં આમ તો કશો વાંધો નથી પણ ક્યારેક તકલીફ કરાવી શકે. વળી આડેધડ ડોક્ટરની સલાહ વગર લેવી હિતાવહ નથી. કોન્ડોમમાં એવું કશું ધ્યાન રાખવાનું હોતું નથી. વધુમાં કોન્ડોમ માત્ર ગર્ભ નિરોધક છે, એવું તમે વિચારતા હો તો તમારી (એટલે કે બધા પુરુષોએ) વિચારધારા વિસ્તારવાની જરૂર છે. કોન્ડોમ તમને બન્નેને જાતીય રોગથી પણ બચાવે છે. સેફ સેક્સ માટે કોન્ડોમ સૌથી વધુ ઉપયોગી છે. એ રીતે ક્યારેક ગર્ભનિરોધક ગોળી પણ લઈ શકાય પણ એ માટે ડોક્ટર સાથે કન્સલ્ટિંગ અનિવાર્ય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com