ટેરો કોસ્મોસ - નંદિની પટેલ
મેષ (Aries) માર્ચ ૨૧થી એપ્રિલ ૨૦ (સેવન ઓફ વોન્ડ્સ)
પોતાની ખાનગી વાતો કોઈને કહેવી નહીં. ચોરાઈ કે ખોવાઈ જવાનો ભય રહે. વિદ્યાર્થી શહેર બહાર યા દેશ બહાર જઈને ભણવા ઇચ્છે તો શક્યતા છે. યુવકો લાગણીના સંબંધમાં ઓતપ્રોત રહે. શનિ ચાલીસા કરવાથી લાભ.
વૃષભ (Taurus) એપ્રિલ ૨૦થી મે ૨૧(ધ સન)
નવા કામ માટેની તૈયારી કરો. માન-પ્રતિષ્ઠા વધે. મુસાફરી થાય. ઘરમાં સારા સમાચાર મળે. યુવકો એકબીજાની મદદથી ખૂબ સરસ સમય ભોગવે. ગણપતિ દર્શનથી ફાયદો.
મિથુન (Gemini) મે ૨૧થી જૂન ૨૨(ધ ડેથ)
સમય સારા-ખોટા દિવસ દેખાડે. કોઈ સતત તમારી પરીક્ષા લેતું હોય તેવું લાગે. ટીમવર્કમાં ફાયદો રહે. બાંધછોડવાળું વલણ રાખવું. પેટની તકલીફોથી સાવધ. યુવકોએ ખાસ ધ્યાન રાખવું. નાણાકીય અને લાગણીના સંબંધોમાં તકેદારી લેવી. લલિતા સહસ્ત્રથી લાભ.
કર્ક (Cancer) જૂન ૨૨થી જુલાઇ ૨૩(નાઇન ઓફ વોન્ડ્સ)
વધારે કામમાં ઘેરાઈ જવાથી નાણાકીય તકલીફ ઊભી થાય. કોર્ટ-કચેરીના મામલામાં ફાયદો. કામમાં ઉતાવળ રાખવી. વાતાવરણથી તબિયત સાચવવી. યુવકો આગળ વધી શકે પણ નાણાંની જોગવાઈ બહારથી કરવી પડે.
સિંહ (Leo) જુલાઇ ૨૩થી ઓગસ્ટ ૨૨(ક્વીન ઓફ ફાયર)
નાણાકીય ફાયદો. નવા કામમાં આગળ વધી શકો. કોઈના આધિપત્ય નીચે કામ કરવાનું આવે. યુવકોએ પોતાની જાત પર પૂરેપૂરો ભરોસો રાખવો. કામ આસાન થાય. શનિ ચાલીસાથી ફાયદો.
ૃકન્યા (Virgo) ઓગસ્ટ ૨૨થી સપ્ટેમ્બર ૨૨ (ધ ફૂલ)
નવા કામનો ઉત્સાહ રહે. પોતાના કામની વાતો જ મનમાં ઉતારશો, બીજી ફાલતું વાતોમાં રસ નહીં રહે. કામ, બગડેલી બાજી પણ કુનેહથી સુધારી લેશો. યુવકો શાંતચિત્તે કામ લે, ઉતાવળ ન કરે. શિવ સ્તોત્રથી લાભ.
તુલા (Libra) સપ્ટે. ૨૨થી ઓકટોબર ૨૩ (એસ ઓફ સ્વોડ)
સમય અને મહેનત વધારે માંગી લે પણ નાસીપાસ ન થવું. સતત હરીફાઈ મહેસૂસ કરો. મુસાફરી થાય. નવા કામ માટે તક આવે. યુવકોએ પોતાનાં વાણી, વર્તન પર ધ્યાન રાખવું. બજરંગ બાણથી લાભ.
વૃશ્ચિક (Scorpio) ઓકટો. ૨૩થી નવેમ્બર ૨૨ (ધ જસ્ટિસ)
કોર્ટ-કચેરીના મામલે ફાયદો. કામનું પૂરેપૂરું વળતર મળે. પોતાની દરેક શક્તિઓ કામે લગાવવી પડે. કોઈના વટહુકમનો ભોગ બનવું પડે. યુવકો દરેક કામ ઉતાવળે પાર પાડે પણ લડાઈ-ઝઘડાથી દૂર રહેવું. ચંડીપાઠથી લાભ.
ધન (Sagittarius) નવે. ૨૨થી ડિસેમ્બર ૨૨ (ધ મેજિશ્યન)
કોઈ પણ કામ આસાનીથી પાર પડે. ખૂબ જ તકેદારી લો પણ ધનલાભ મોડો દેખાય. કોર્ટ-કચેરીના મામલે ફાયદો. યુવકોએ બીજા સાથે વર્તન સારું રાખવું, કારણ કે તમને કર્મને આધિન ફળ મળશે. શિવતાંડવ સ્તોત્રથી લાભ.
મકર (Capricorn) ડિસે. ૨૨થી જાન્યુઆરી ૨૧ (ધ વર્લ્ડ)
બીજાઓના સાથ સહકારથી કામ થાય. પોતાના શહેર બહારથી પણ ફાયદો. ધનલાભ દેખાય. કોઈ એક કામ અટકતું લાગે. યુવકો કોઈના દગા, પ્રપંચનો ભોગ ન બને તે ધ્યાન રાખવું. દેવી કવચથી લાભ.
કુંભ (Aquarius) જાન્યુ. ૨૧થી ફેબ્રુઆરી ૧૯ (ફાઇવ ઓફ કપ્સ)
જૂનું ભૂલી નવા કામમાં જોડાવ. કામમાં પૂર્ણ તકેદારી રાખવી. દરેક પરિસ્થિતિને વ્યવસ્થિત કરવી પડે. નવા વિચારો અમલમાં મૂકવાથી ફાયદો. યુવકોએ લડાઈ-ઝઘડાથી દૂર રહેવું. બીજાઓના સહકારની આશા ન રાખવી.
મીન (Pisces) ફેબ્રુઆરી ૧૯થી માર્ચ ૨૧ (ધ હાઈ પ્રિસ્ટ)
દરેક કામ શાંતચિત્તે કરવું. ઉકેલ મળી જશે. મુસાફરીથી લાભ. પાર્ટનરશિપમાં લાંબાગાળાનું રોકાણ કરી શકો. યુવકો નવા પ્રોજેક્ટ પર ઉત્સાહથી કામ કરે. બજરંગ બાણથી લાભ.
nandinipatel7 @yahoo.com