Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 08:43:36 AM IST
 

શાહિદ કપૂરને પજવતી વાસ્તવિકતા

Apr 24, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 286
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઈ : ૨૪ એપ્રિલ ૨૦૧૨

'જાની' રાજકુમારની દીકરી વાસ્તવિકતા સામે શાહિદે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી શાહિદકપૂરને પજવતી યુવતીની ઓળખ છેવટે છતી થઇ ગઇ છે. આ યુવતી બીજું કોઇ નહીં, પણ એક જમાનાના સુપરસ્ટાર રાજકુમારની પુત્રી વાસ્તવિકતા છે. વાસ્તવિકા આખો દિવસ અને મોડી રાત્રિ સુધી શાહિદનો સતત પીછો કરતી હતી અને તે સતત દાવો કરતી હતી કે, તે શાહિદની પત્ની છે. ક્યારેક તો તે મધરાત્રે ત્રણ વાગ્યે શાહિદનો ડોરબેલ વગાડતી અને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતી હતી.

આ વાત બહાર આવી ત્યારે શાહિદે પોતાને હેરાન કરતી યુવતીની ઓળખ છતી કરવાનો સાફ ઇનકાર કર્યો હતો. કારણ કે, આ યુવતી એક સમયના પ્રતિષ્ઠિત અભિનેતાની પુત્રી હોવાથી શાહિદને તેનું નામ જાહેર કરવું યોગ્ય લાગ્યું ન હતું. પરંતુ છેવટે સ્થિતિ એટલી બધી વણસી ગઇ કે, શાહિદે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી અને વાસ્તવિકતાાનું નામ જાહેર થઇ ગયું.

વાસ્તવિકતાએ સુપરનેચરલ થ્રીલર ફિલ્મ 'એઇટ'થી હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું હતું. વાસ્તવિકતા પ્રેમમાં પડયા પછી શાહિદના યારી રોડ પર આવેલા ઘરની નજીક રાજ ક્લાસિક નામની બિલ્ડિંગમાં રહેવા આવી ગઇ હતી. તે થોડા વર્ષ પહેલાં શ્યામક ડાવરના ડાન્સ ક્લાસમાં શાહિદને પ્રથમવાર મળી હતી. એકવાર તો વાસ્તવિકતાની માતાએ પણ શાહિદની લેખિત માફી માંગી હતી. માનસિક રીતે અસ્વસ્થ વાસ્તવિકતા શાહિદને તેનો પતિ માની રહી છે.

અત્યાર સુધી શાહિદે આ બધું સહન કર્યું, પરંતુ ગયા અઠવાડિયે વાસ્તવિકતાએ શાહિદના ૧૩મા માળે રહેલા ફ્લેટમાં દીવાલ પર ચડીને જવાની કોશિશ કરી હતી. પરિણામે શાહિદે પોલીસ ફરિયાદ નોંધાવવાની ફરજ પડી હતી. પોલીસે શાહિદના મેનેજરે આપેલી લેખિત ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com