Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:48:44 AM IST
 

વાપી ટાઉન પોલીસે ત્રણ વાહન ચોર પકડયા : ૨૮ મોટર સાઈકલ કબજે

Apr 24, 2012 Surat > Valsad-Navsari-Ahwa
 
comment     E-Mail     Print    
 
Viewed: 220
Rate: 0
Rating:
Bookmark The Article

વાપી, તા.૨૪     

 

હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હોવાની આગામી દિવસોમાં નવસારી-વલસાડ જિલ્લાના અન્ય વાહનચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાં દર્શાવાઈ રહી છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસારવાપી ટાઉનના પી.આઇ. અનિરૃધ્ધ કેપ્ટન તથા સ્ટાફે એક સપ્તાહ પહેલા વાપીના ગોલ્ડ કોઇન સર્કલ પાસેથી શંકાસ્પદ હાલતમાં બે ઇસમોને પકડી તપાસ કરતાં ૯ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉઠેલી કાઢી આ મોટર સાયકલ રીકવર કરવામાં સફળતા મેળવી હતી. આ જ મોટર સાયકલ ચોરતી ગેંગનાં એક સદસ્ય મનીષને સાણસામાં લઇ પોલીસે એની સાથે સંકળાયેલી વધુ એક મોટર સાયકલ ચોર ટોળકીને ઝડપી પાડી તેમની પાસેથી ૨૮ મોટર સાયકલો જપ્ત કરી છે.

વાપી ટાઉન પોલીસે દમણનો વાહન ચોર મનીષને પકડી પાડી તેને સાથે રાખી કરંબેલાનાં વાહન ચોર મિલન ઉર્ફે મિલેશ અને તેજશ નામના બે ઇસમને ઝડપી પાડયા છે. પી.આઇ. કેપ્ટનનાં જણાવ્યા પ્રમાણે આ ત્રણેયની હાલ ૪૧(૧)ડી મુજબ અટક કરી છે. અને તેમણે વાહનો ચોરી કર્યાનું પ્રતિપાદિત થતા જ તેમની સામે વાહન ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલ આ ઇસમો પાસેથી વધુમાં વધુ વાહન ચોરીનો ભેદ ઉકેલાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે.

આ વાહન ચોર ટોળકી એ વાપી, વાપી જીઆઇડીસી, દમણ, સેલવાસ, ઉમરગામ, ભીલાડ, સરીગામ સહિતનાં વિસ્તારોમાંથી મોટર સાયકલો ચોરી કર્યાનું બહાર આવી રહ્યુ છે અને હાલ સુધી રિકવર થયેલા ૨૮ મોટર સાયકલ પૈકી માત્ર ત્રણ સિવાય બધી જ મોટર સાયકલ હિરો હોન્ડા સ્પ્લેન્ડરની છે.

આ તમામ મોટર સાયકલો નંબર પ્લેટ વગરની છે. છેલ્લા બે દિવસથી આ વાહનો રિકરવર કરવામાં વાપી ટાઉન પોલીસનો સમગ્ર સ્ટાફ મંડી પડયો હતો. હવે જુદા જુદા પોલીસ મથકોમાંથી વાહન ચોરીનાં નોંધાયેલી ફરિયાદો મેળવી આ મળી આવેલા મોટર સાયકલોનાં ચેસીસ નંબર સાથે વિગતો ચકાસી કાયદેસર રીતે જે તે માલિકોને સુપ્રત કરાશે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com