Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 07:44:30 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

તમારા લોહીનું એક ટીંપુ દૂર કરશે વૃદ્ધત્વ

Apr 25, 2012 Offbeat
 
Tags:   DNA Study Research DNA Therapy Cancer Breast cancer Health Gene Blood comment     E-Mail     Print    
 
Viewed: 4827
Rate: 1.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 25

વૃદ્ધત્વને દૂર કરવા માટે એક નવા પ્રકારનું ઈન્જેકશન શોધાયું છે. જીન રિસર્ચ ફાઉન્ડેશનના ઘણાં વર્ષોના સંશોધન પછી આને બનાવવામાં સફળતા મેળવાઈ છે. આને જલ્દીથી લૉન્ચ કરવાની તૈયારી કરાઈ રહી છે. 8 વર્ષમાં 112 હજાર કરતાં વધુ દર્દીઓ પર આનો સીધો કે આડકતરો પ્રયોગ કરવામાં આવ્યો છે જે સંપૂર્ણ સફળ રહ્યો છે. પોતાના લોહીનાં એક ટીંપાથી જીન એક્ટિવેટરની મદદથી શરીમાં ડેમેજ થયેલા જીનને રિપેયર કરી શકાય છે, સાથે નવા તંદુરસ્ત જીન બની શકશે.

જીન થેરાપીથી વૃદ્ધત્વની ઝડપ ઘટશે
બેંગલુરુ સ્થિત ડૉકટર અગ્રવાલ હોસ્પિટલના જીન રિસર્ચ ફાઉન્ડેશનની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન સાથે મળીને 20 વર્ષ સુધી સંશોધન કર્યું . આ સ્ટેમ સેલ થેરાપી કરતાં આગળની થેરાપી છે જેના વડે વૃદ્ધત્વની ઝડપની ધીમી પાડી શકાય છે. આમ વૃદ્ધત્વમાં થનારી બીમારીઓને પણ દૂર કરી શકાય છે. ડૉકટર સુનિતા રાણા જાણાવે છે તેમ ''જ્યારે બાળક માના પેટમાં હોય છે તે સમયે સૌથી તંદુરસ્ત ડીએનએ હોય છે, પેદા થતા આની સંખ્યામાં સતત ઘટાડો થતો જાય છે. 30 વર્ષની ઉમરમાં નવા ડીએનએ નથી બનતા અને 40 વર્ષ પછી ડીએનએ ડેમેજ થવાનું શરૂ કરી દે છે. જ્યારે જીન થેરાપીમાં અમે ડીએનએ રિપેયર કરીશું.''

કઈ રીતે કરશે કામ
ડૉકટર રાણાએ જણાવ્યું તેમ અમે એક એવી કિટ બનાવી છે જેમાં એક ઈન્જેકશનની અંદર ડીએનએ એક્ટિવેટર હોય છે. આ ઈંજેકશનમાં શરીરમાંથી એક ટીંપુ લોહીનું લેવાય છે જેમાં ડીએનએ હોય છે. 10-20 સેકન્ડમાં ઈન્જેકશનની અંદર ડીએનએ રિપેયર હોવાની પ્રક્રિયા પૂરી થઈ જાય છે. બાદમાં આ રિપેયર ડીએનએ વાળું લોહી ઈન્જેકશન વડે શરીરમાં ઈંજેકટ કરી દેવાય છે. આમ શરીરમાં રિપેયર અને હેલ્ધી ડીએનએની સંખ્યા વધે છે. આ પ્રક્રિયા જરૂરિયાત પ્રમાણે કરાય છે. આને ગમે તે જાતે કરી શકે છે. હેલ્થી ડીએનએ વધારમાં વૃદ્ધત્વની ઝડપ ધીમી કરવા માટે અને વધુ સમય તંદુરસ્ત જિંદગી જીવી શકાય છે. બાળકોમાં થનારી ડીએનએ સંબંધી બીમારીમાં આ રીતે રોકી શકાય છે. તેમને વધુમાં કહ્યું કે અમે ઘણાં સફળ પ્રયોગ કર્યા છે જેમાં ડીએનએ રિપેયર કરી ઘણી બીમારીમાં રાહત મેળવાઈ છે.

ત્રણ મહિનામાં શરૂ થશે પ્રોડકશન
જીન રિસર્ચ ફાઉન્ડેશનના સીઈઓ પંકજ ચૌધરીના જણાવ્યા પ્રમાણે ''અમે ડીએનએ જીન થેરાપી માટે આર એડ ડી અને મેન્યુફેકચર યુનિટ 300 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરી રહ્યા છીએ. ત્રણ જ મહિનાની અંદર પ્રોડકશન શરૂ થઈ જશે. તેમને વધુમાં જણાવ્યું કે દેશમાં 6 કરોડ કરતાં વધુ લોકો ડાયાબિટીશના દર્દી છે. જીન એક્ટિવેટર વડે આ સંખ્યામાં ઘટાડો લાવી શકાય છે. બ્રેસ્ટ કૅન્સર, રેટિનલ ડીજનરેશન, આર્થરાઈટિસ જેવી જિનેટિકલ ડિસઓર્ડરની ઓળખ કરી તેને ઠીક કરાઈ શકે છે.''
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com