કંડેલેડા (સ્પેન)તા. 25
વર માટે કન્યાની અછત સાથે લડી રહેલા કંડેલેડા ગામના કુંવારા યુવાનોને એક દિવસે આંખો પહોળી થઈ ગઈ.કારણ કે તેમના માટે શહેરમાંથી ભાવિ કન્યાઓ બસમાં ભરાઈને આ ગામમાં આવી હતી. પછી તો પૂછવું જ શું. જો કે આ બસમાં ભરાઈને આવેલી તમામ યુવતીઓ કુંવારીઓ છે અને આ ગામનાં યુવાનોને મળવા માટે જ આવી છે જેથી કરીને આ વર-કન્યા એકબીજાને જોઈ લે, સમજી લે અને પસંદ પડી જાય તો લગ્ન કરે.
એક હોલિવૂડ ફિલ્મથી પ્રભાવિત થઈને દેશના કેન્દ્રીય ગામોથી શહેરો તરફ પલાયનને રોકવા માટે એક સ્પેનિશ ડેટિંગ એસોસિયેશને તાજેતરમાં મેડ્રિડ શહેરમાં 68 લગ્નોત્સુક કુંવારી યુવતીઓને એકસાથે ગામમાં લાવવાની આ પહેલ કરી છે.
ઉલ્લેખનીય છે કે, સુંદર લોબેરા નદી કિનારે વસેલા આ 6000ની વસ્તી ધરાવતુ ગામ યુવાનોના પલાયનની સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યું છે. ગામમાં મહિલાની સરખામણીમાં પુરુષો ખૂબ જ ઓછા છે. આ ઉપરાંત શહેરી મહિલાઓ અહીં ઘર વસાવવા નથી ઈચ્છતી. પ્રાચીન ગૂફા ચિત્રો માટે પ્રસિદ્ધ આ ગામ છેલ્લા 5000 વર્ષોથી વસ્યું છે.
આ તમામ ભાવિ દુલ્હનોને ગામ લાવવા ગુરપ એસોકામુની સ્થાપના વર્ષ 1995માં લગ્ન બ્યૂરો વડે ગામોની વસ્તી વધારવાના હેતુથી કરાઈ હતી. ગુરપના મેજરમાંના એક માનુએલ ગોઝાલો કહે છે કે સ્પેનની લથડતી આર્થિક સ્થિતિ અને નોકરી માટે યુવાનોનું શહેરમાં પલાયનને લીધે આવી પહેલ ઘણી યોગ્ય સાબિત થઈ જાય છે. જેનાથી યુવાનોને ગામમાં જ પરિવાર વસાવવા માટે પ્રેરિત કરવામાં આવે.
સ્પેનના રાષ્ટ્રીય આંકડાઓ આ અંગેની સાક્ષી પુરે છે કે 5 હજાર ગામમાંથી આશરે 100 ગામ વેરાન થવાની અણિ પર છે. કેન્દ્રીય અને ઉતર સ્પેનમાં આ સ્મસ્યા ઘણી છે. નાના કૃષિ સમુદાયોના પુરુષો એકલતાના શિકાર થઈ રહ્યા છે. શહેરી મહિલાઓને ડેટિંગ માટે ગામ લાવવા માટે ગુરપ એસોકામુએ આ પહેલ માટે હોલિવૂડની ફિલ્મ વેસ્ટવુડજ વિમિનને પોતાની પ્રેરણાસ્ત્રોત બતાવી હતી, જો કે ગામના એક રહેવાસીનું કહેવું છે કે અમને ખબર છે કે સાચો પ્રેમ શોધવો મુશ્કેલ છે, પરંતુ આવી ઘણી મુલાકાતોમાં મળી જશે.
.