Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 07:16:36 PM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

જોલીને બોસ્નિયાની માનદ નાગરિકતા પ્રાપ્ત થશે

Apr 25, 2012 Entertainment > Hollywood
 
Tags:   Angelina Jolie Brad Pitt Hollywood The Counselor Movie Bosnia Government In The Land Of Blood & Honey comment     E-Mail     Print    
 
Viewed: 1467
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લોસ એન્જેલસ 25, એપ્રિલ

હોલિવૂડની અભિનેત્રી એન્જેલિના જોલી પોતાનાં નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'ઈન ધ લેન્ડ ઓફ બ્લડ એન્ડ હની' દ્રારા દર્શકોનું ધ્યાન ખેચવામાં સફળ રહી છે, જેનાં ફળસ્વરૂપ જોલીને બોસ્નિયાની માનત નાગરિકતા આપવામાં આવશે.

જોલીને સારાજેવો શહેરમાં ત્રીજી મેનાં દિવસે આયોજીત એક વિશેષ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવી છે, જ્યાં તેનું માનદ પદ્દવી સાથે સન્માન કરવામાં આવશે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર 1990નાં દાયકાનાં યુદ્ધ દરમિયાન સર્બિયાઈ સૈનિક અને બોસ્નિયાની મહિલાનાં પ્રેમ સંબંધો પર આધારિત ફિલ્મ 'ઈન ધ લેન્ડ ઓફ બ્લડ એન્ડ હની' ની કહાની પણ જોલીએ જાતે જ લખી હતી.

બોસ્નિયાની સરકારે સારાજેવો, બોસ્નિયા અને હર્જેગોવિનામાં થયેલાં યુદ્ધની સાચી હકીકત બહાર લાવી માનવતા, સહિષ્ણુતા, લોકતંત્ર અને અલગ અલગ જાતિ અને ધાર્મિક અને સાંસ્કૃતિક ભૂમિ જેવાં સિદ્ધાંતોને ફિલ્મમાં ઉજાગર કરવાનાં હેતુસર એન્જેલિના જોલીને આ માનદ નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com