નવી દિલ્હી 26, એપ્રિલ
બોફોર્સ મુદ્દા પર કેન્દ્ર સરકારને વિપક્ષીઓએ ઘેરા લેવાનો નિર્ણય કરી લીધો છે. ભાજપાનાં અરુણ જેટલીએ કેન્દ્ર સરકારનાં વર્તન પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, સરકારે ક્વાત્રોચિનાં વિરુદ્ધમાં કાર્યવાહી શા માટે ન કરી હતી? 25 વર્ષ બાદ પણ દોષી ફરાર શા માટે છે? જેટલીએ સંસદમાં જણાવ્યું હતું કે બોફોર્સ મુદ્દે ફરી તપાસ થવી જોઈએ. જો કે બોફોર્સ મુદ્દે સંસદમાં હોબાળો થવાનાં કારણે લોકસભાને બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.
આની પહેલાં વિપક્ષીઓનાં હોબાળાનાં કારણે રાજ્યસભા પણ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. જેવી ફરીથી રાજ્યસભાની બેઠક શરૂથઈ કે તરત જ ભાજપા, સપા, જેડીયૂ, માકપા, ભાકપા, શિવસેના સહિત તમામ પાર્ટીઓએ બોફોર્સ મુ્દ્દા પર હોબાળો શરૂ કર્યો હતો. જો કે ભાજપા પાર્ટી તેમાં મોખરે હતી.
રાજ્યસભાનાં અધ્યક્ષ હામિદ અન્સારીએ 11 વાગ્યે સભા રદ્દ કરી હતી, પરંતુ જેવી સભા 12 વાગે શરૂ થઈ કે તરત જ બોફોર્સ મુદ્દે તમામ વિપક્ષી પાર્ટીઓએ પ્રશ્નો શરૂ કરી દીધાં હતાં.