Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 26,2013 06:26:13 AM IST
 

આવતા અઠવાડિયે જોન કરી શકે છે લગ્ન

Apr 26, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Bollywood John Abraham comment     E-Mail     Print    
 
Viewed: 3437
Rate: 1.0
Rating:
Read in English
Bookmark The Article


મુંબઈ, 26 એપ્રિલ

ફિલ્મ હાઉસફુલ-2 અને વિક્કી ડોનરની સફળતા પછી અભિનેતા જોન અબ્રાહમ જોશમાં છે. હાઉસફુલ-2માં જ્યાં તેમણે પોતાના અભિનયથી દર્શકોને ખૂબ હસાવ્યા છે ત્યાં જ ફિલ્મ વિક્કી ડોનરને તેમણે પ્રોડ્યુસ કરી છે. બંન્ને ફિલ્મો બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

 
જોન અબ્રાહીમ હવે લગ્ન કરવાના મુદ્દે પણ જોશમાં લાગે છે.મળતા સમાચારો અનુસાર જોન આવતા અઠવાડિયે પોતાની ગર્લફ્રેન્ડ પ્રિયા રૂંચાલ સાથે લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે.

 
જોન અબ્રાહમ બેંકર ગર્લ ફ્રેન્ડ પ્રિયા રૂંચાલની સાથે પોતાના સંબંધોની વાતતો પહેલા જ કૂલી ચૂક્યા છે અને તેમણે એક સમાચારપત્રમાં આપેલ ઈન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતુ કે તે પ્રિયા સાથે આ વર્ષે જ લગ્ન કરશે.

પ્રિયા અને જોનના એવા સમાચાર પણ આવ્યા હતા કે બંન્નેએ અમેરિકાના લોસ એન્જલસમાં લગ્ન કરી લીધા છે. પરંતુ પાછળથી આ સમાચાર ફક્ત એક અફવા સાબિત થયા હતા.

જોને એક સમાચારપત્રને આપેલ ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે અમારા લગ્ન એક સાદા સમારોહમાં થશે પરંતુ કયારે તે હું નથી કહી શકતો.  કદાચ તેમાં કેટલાક મહિના લાગે કે પછી કેટલાક અઠવાડિયા પણ. તેમણે જણાવ્યું કે હું આવેગમાં આવી જનાર વ્યક્તિ છું અને બની શકે છે કે આ લગ્ન આવતા અઠવાડિયે જ થઈ જાય. જોનનું કહેવું છે કે અશક્ય છે કે અમારા લગ્નના અવસર પર ફક્ત 10 લોકો જ હાજર હોય.

જોને કહ્યું કે આ તો સમયની વાત છે અને તે (લગ્ન) કોઈ પણ દિવસે થઈ શકે છે. એટલે કે વાતો વાતોમાં જોન અબ્રાહમે એ વાત કહી છે કે તે હવે લગ્ન ગમે ત્યારે અને ગમે તે દિવસે કરી શકે છે.
 

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com