શાહિદ કપૂર અને કેટરીના કેફને મોટા પડદા પર જોવાની ઇચ્છા રાખનારા લોકો માટે એક સારા ખબર એ છે કે આ બંને કલાકાર બહુ જલદી ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં સાથે જોવા મળશે.
આ ફિલ્મ શાહિદ કપૂરની ઈમ્તિયાઝ અલી સાથે બીજી ફિલ્મ હશે, બધા જાણે જ છે કે શાહિદે ઈમ્તિયાઝ અલીના નિર્દેશનમાં ૨૦૦૭ની ફિલ્મ ‘જબ વી મેટ’માં કામ કર્યું હતું. જ્યારે ઈમ્તિયાઝ અલી માટે પ્રોડયુસર તરીકે આ પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મનું નામ ‘૨ ૨ ટેંગો’ રાખવામાં આવ્યું છે અને કોરિયોગ્રાફર બોસ્કો તેનું નિર્દેશન કરશે. આ ફિલ્મ ૨૦૦૯ની સાઉથ કોરિયાની ફિલ્મ ‘માય ગર્લફ્રેન્ડ ઈઝ એન એજન્ટ’ની કાયદેસર રિમેક હશે.
ફિલ્મના નિર્દેશક બોસ્કો જણાવે છે કે, “હું આ ફિલ્મનું નિર્દેશન કરીશ, જોકે અમે અત્યારે સ્ક્રિપ્ટિંગના સ્ટેજમાં છીએ. સ્ક્રિપ્ટ પૂરી થયા પછી જ આ ફિલ્મની ઘોષણા કરવામાં આવશે.”