Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 10:35:00 AM IST
 

સાનિયા સિંગલ્સમાં નહીં રમે

Apr 26, 2012 Sports
 
Tags:   Tennis Sania Mirza Focus on Doubles comment     E-Mail     Print    
 
Viewed: 616
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article


નવી દિલ્હી  ૨૬, એપ્રિલ

લંડન ઓલિમ્પિક્સની પૂર્વતૈયારીના ભાગરૃપે સાનિયા મિર્ઝાએ આગામી ચાર મહિના સુધી એકપણ ટૂર્નામેન્ટમાં સિંગલ્સમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. સાનિયા મિર્ઝાએ જણાવ્યું હતું કે, ' ડબલ્સ અને સિંગલ્સ એમ બંને મુકાબલા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું આસાન નથી. જેના કારણે મેં ઓલિમ્પિક્સ સુધી માત્ર ડબલ્સમાં રમવા નિર્ણય લીધો છે. સિંગલ્સમાં નહીં રમવાથી હું મારું ડબલ્સનું પ્રદર્શન વધારે સુધારી શકીશ.' ઉલ્લેખનીય છે કે, સાનિયા માટે આમ પણ ઓલિમ્પિક્સના સિંગલ્સમાં રમવું શક્ય નહોતું. કેમકે, હાલ સાનિયા સિંગલ્સ રેન્કિંગમાં ૧૮૨મા ક્રમે છે. રેન્કિંગમાં ટોપ-૧૦૦મા સ્થાન ધરાવતી પ્લેયર્સ જ ઓલિમ્પિક્સમાં રમી શકે છે. ડબલ્સમાં સાનિયા સાતમા ક્રમે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com