Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 03:00:31 AM IST
 

મહેસૂલ મંત્રી એજન્ટગીરીને વખોડતા રહ્યા, એજન્ટો તાળીઓ પાડતા રહ્યા

Apr 27, 2012 Ahmedabad > Ahmedabad City
 
Tags:   Ahmedabad Anandiben Patel BJP comment     E-Mail     Print    
 
Viewed: 1582
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. 27
  • અમદાવાદ સિટી પૂર્વ મામલતદાર કચેરી ઉદઘાટન પ્રસંગે આકરાત્મક ઉદબોધન
આજે સવારે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીના પરિસરમાં આવેલ અમદાવાદ સિટી પૂર્વ મામલતદાર કચેરીનું ઉદઘાટન વેળાએ પ્રાસંગિક પ્રવચન કરતા મહેસૂલ મંત્રી કલેકટર કચેરીના વિવિધ વિભાગમાં ચાલી રહેલી એજન્ટ પ્રથાની આકરી ઝાટકણી કાઢી હતી, ત્યારે મજાની વાત એ બની કે, મહેસૂલ મંત્રી એજન્ટગીરીને વખોડતા રહ્યા અને સભામાં હાજર રહેલા કેટલાક હાજર એજન્ટો મહેસૂલ મંત્રીને તાળીઓથી વધાવતા રહ્યા.


આજે સવારે 10 કલાકે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં આવેલ જૂના બિલ્ડિંગમાં અમદાવાદ સિટી પૂર્વ મામલતાદાર કચેરીનો વિઘધિવત પ્રારભ કરાયો હતો આનંદીબેને આ પ્રસંગે અમદાવાદા જિલ્લા કલેકટર પરિસરમાં એજન્ટો ગરીબ પ્રજા પાસેથી પૈસા લઈને કામ કરે છે તે પ્રથાને નાબૂદ કરી દઈને એજન્ટો પાસે સાંઠગાંઠ ધરાવતા અધિકારીઓ સામે પગલાં લેવા જોઈએ.તે જણાવી રહ્યા હતા, જો કે મહેસૂલ મંત્રી પ્રવચન બોલી રહ્યા હતા ત્યારે ઉદઘાટન પ્રસંગે ભેગા થયેલા  કેટલાક શખ્સો મોજુદ હતા અને  મહેસૂલ મંત્રીના પ્રવચનમાં તાળીઓ પાડતા હતા.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com