મુંબઇ 27, એપ્રિલ
ગાયિકા સુનિધિ ચૌહાણે મ્યુઝિક ડાયરેક્ટર હિતેશ સોનિક સાથે ગઇ કાલ લગ્નગ્રંથીએ જોડાયા છે. આ લગ્નમાં તેમના ઘરના સભ્યો અને નજીકના મુત્ર વતુર્ળ સિવાય કોઇને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. પરંતુ નવ યુગલે તેમના લગ્નના રિસેપ્શનમાં સમગ્ર બોલિવુડને આમત્રણ આપ્યું હતું. તેમનું રિશેપ્શન મુંબઇ ખાતેની તાજ લેન્ડ્સ એન્ડમાં યોજવામાં આવ્યું હતું.
સુનિધિ - હિતેશના લગ્નનું રિસેપ્શનના ફોટોગ્રાફ્સ જોવા અહીં ક્લિક કરો...
આશા ભોસલે, ઉદિત નારાયણ, સ્મિતા ઠાકરે, ફરાહ ખાન, વિશાલ, શાન અને તેની પત્ની રાધિકા, સોનાલી કુલકર્ણી, અનુ મલિક, રાઘવ સંચાર અને તેની ગર્લ ફ્રેન્ડ અમિતા પાઠક, કવિતા ક્રિષ્નમુર્તિ, ટીવી પ્રેઝન્ટર તબ્બસુમ સહિત કેટલાય સંગીત દિગ્ગજો અને ફિલ્મ કલાકારોએ નવયુગલને આર્શિવાદ આપ્યા હતા.