કલાકાર: અજય દેવગણ,અનિલ કપૂર ,કંગના રાણાવત, બોમન ઈરાની , ઝાયેદ ખાન, સમીરા રેડ્ડી
નિર્દેશક: પ્રિયદર્શન
નિર્માતા : રતન જૈન
રેટિંગ :
સ્ટોરી :
ઈંગ્લેન્ડની રાજધાની લંડનમાં આકાશ (અજય દેવગણ) પોતાની પ્રિય પત્ની સાથે થયેલા અન્યાયનું વેર લેવા માગે છે. ઝાયેદખાન(આદિલ)-સમીરા રેડ્ડી (મેઘા) લંડનમાં આવનારી હાઈસ્પીડ ટ્રેનમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવે છે. આ સાથે લંડન સરકાર પાસે મોટી રકમની માગણી કરવામાં આવે છે. આ ટ્રેનમાં સેંકડો નિર્દોષ માનવને બચાવવા માટે બોમન ઈરાની અને અન્ય કેવા પગલા ભરે છે તે ફિલ્મમાં જોવા મળે છે.
રિવ્યૂ :
'સિંઘમ' ફિલ્મ પછી અજય દેવગણની આ બીજી એકશન ફિલ્મ થિયેટરમાં આવી છે. આ ફિલ્મમાં બોમન ઈરાની અને અજય દેવગણના સ્ટંટ જોવા લાયક છે. 'તેઝ' ફિલ્મની સ્ટોરીમાં સારી ટ્રીટમેન્ટ આપી છે. જો કે આ ફિલ્મનું મુખ્ય પોઝિટિવ પાસું તેના સંવાદો અને સંગીત કહી શકાય છે. 'તેઝ' ફિલ્મની ઘણા સમયથી વાટ જોવાઈ રહી હતી. જો કે એડિટિંગ અને બિનજરૂરી દ્રશ્યો ફિલ્મને થોડી કંટાળાજનક સ્થિતિમાં મૂકી દે છે. જો કે એકશન રસિયાઓએ અને કંઈક નવિન જોવાની અપેક્ષા જોનાર માટે આ ફિલ્મ સારું મનોરંજન પૂરું પાડશે.