સાપ્તાહનુ રાશિફળ - ભૂપેન્દ્ર ધોળકિયા
મેષ (અ.લ.ઈ.)
આરોગ્ય નરમગરમ રહે. આંખોની કાળજી રાખવી. કૌટુંબિક કાર્યોમાં સાધારણ વિલંબ થાય. સામાજિક બાબતે પ્રગતિ જણાય. નોકરી-વ્યવસાયમાં નવીન ફેરફારની શક્યતા રહે. આવકમાં સુધારો થવાના શુભ યોગ બને છે. બચત વધારવાની સલાહ છે. જીવનસાથી અંગેના પ્રશ્નમાં પ્રગતિસૂચક સમય છે. શુભ રંગ : લાલ-ગુલાબી.
વૃષભ (બ.વ.ઉ.)
આરોગ્ય સારું રહે છતાં ખોરાકમાં કાળજી રાખવી. કૌટુંબિક-સામાજિક કાર્યોમાં અનુકૂળતા વધે. નોકરી-વ્યવસાય- કારકિર્દી બાબતે મહેનતનું શુભ ફળ મળે. આર્થિક પ્રશ્નોમાં પ્રગતિ થાય. ધનખર્ચ બાબતે કાળજી રાખવી. બચત વધારવાની સલાહ છે. નવીન આયોજનમાં સફળતા મળે. પરદેશથી શુભ સમાચાર મળે. શુભ રંગ : સફેદ.
મિથુન (ક.છ.ઘ.)
આરોગ્ય સાચવવું. ગરમી બાબતે કાળજી રાખવી. કૌટુંબિક કાર્યોમાં સફળતા મળે. સામાજિક બાબતે અનુકૂળતા વધે. નોકરી-વ્યવસાય- કારકિર્દી ક્ષેત્રે પરિવર્તનની શક્યતા છે. કામનો પ્રકાર કે કાર્યક્ષેત્ર બદલાય. નાણાકીય બાબતે અનુકૂળ સમય. ધનખર્ચમાં કાળજી રાખવી. સંપત્તિ બાબતે આયોજન ગોઠવી શકાય. શુભ રંગ : લેમન.
કર્ક (ડ.હ.)
આરોગ્ય સારું રહે. છતાં પાણીના ઉપયોગમાં સાચવવું. નોકરી-વ્યવસાય બાબતે અનુકૂળ સમય રહે. નવીન ફેરફારની શક્યતા ઓછી રહે. આર્થિક બાબતે સારી અનુકૂળતા જણાય. બચત વધારીને નવીન આયોજનમાં આગળ વધી શકાય. જીવનસાથી કે સંતાન અંગેના પ્રશ્નમાં પ્રગતિ જણાય. હરીફોથી સાચવવું. વાદ-વિવાદથી દૂર રહેવું. શુભ રંગ : સિલ્વર.
સિંહ (મ.ટ.)
આરોગ્ય એકંદરે જળવાઈ રહેશે. ગરમીના દર્દોથી સાચવવું. કૌટુંબિક-સામાજિક બાબતે અટવાયેલા કામ આગળ વધે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે તમારું માન-સન્માન જળવાય. પરદેશથી શુભ સમાચાર મળે. ધનખર્ચમાં કાળજી રાખશો તો આગળ ઘણાં બધાં શુભ કાર્યો થઈ શકે તેમ છે. ઉચ્ચ અભ્યાસ-સ્પર્ધાત્મક પરીક્ષામાં સારું ફળ મળે. શુભ રંગ : ગોલ્ડન.
કન્યા (પ.ઠ.ણ.)
આરોગ્ય નરમગરમ રહે. ચામડીના દર્દો બાબતે કાળજી રાખવી. કૌટુંબિક ક્ષેત્રે વિલંબથી સફળતા મળે. સામાજિક કાર્યોમાં માન મળે. અગાઉની મહેનત ઊગી નીકળે. નોકરી-વ્યવસાય બાબતે સારો સમય ગણાય. સંતાન કે જીવનસાથી અંગેના પ્રશ્નમાં પ્રગતિ જણાય. આર્થિક કાર્યોમાં વિશેષ ધ્યાન આપવાની સલાહ છે. શુભ રંગ : લીલો.
તુલા (ર.ત.)
આરોગ્ય સાચવવું. ગરમીનો પ્રકોપ વધુ રહે. તમારે લોહી સંબંધી વિશેષ કાળજી રાખવી. કૌટુંબિક તેમ જ સામાજિક કાર્યોમાં યશ મળે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે નાના ફેરફારની શક્યતા રહે. હરીફોથી સાચવવું. કારકિર્દી-સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનતનું સારું ફળ મળે. આર્થિક પ્રગતિ માટેના આયોજનમાં પ્રગતિ થાય. ધનખર્ચ બાબતે સંયમ રાખવો. શુભ રંગ : સફેદ-ક્રીમ.
વૃશ્ચિક (ન. ય.)
આરોગ્ય સારું રહે. આંખોની કાળજી રાખવી. મોટા પ્રવાસની સલાહ નથી. નોકરી-વ્યવસાયમાં સારી સફળતા મળે. ઉપરી અધિકારીનો સહયોગ મળી રહેશે. આવકમાં સુધારો જણાય. તેના અનુસંધાને બચત વધારવાની સલાહ છે. પરદેશગમન અંગેના પ્રયત્નો હશે તો આગળ વધી શકાય. કૌટુંબિક બાબતોમાં ઉદાર વલણ રાખવું પડશે. શુભ રંગ : લાલ.
ધન (ભ.ધ.ઢ.ફ.)
આરોગ્ય સારું હેશે. આમ છતાં પિત્ત-ગરમી બાબતે કાળજી રાખવી. કૌટુંબિક કાર્યમાં અવરોધ જણાય. નોકરી-વ્યવસાય બાબતે ધીરજથી પ્રગતિ જણાય. ઉતાવળે નિર્ણયો લેવાની સલાહ નથી. આર્થિક આયોજનમાં અનુકૂળતા રહે. મોટી લોન લેવાની કે મિલકત ખરીદી બાબતે ઉતાવળા થશો નહીં. સમજપૂર્વક આગળ વધવાની સલાહ છે. શુભ રંગ : પીળો.
મકર (ખ.જ.)
આરોગ્ય સારું રહે. છતાં માનસિક થાક જણાય. કૌટુંબિક-સામાજિક કાર્યોમાં ધીરજથી સફળતા મળશે. નોકરી-વ્યવસાયમાં ઉતાવળા નિર્ણય લઈને સમય-શક્તિનો વ્યય કરશો નહીં. ઉપરી અધિકારીનું માર્ગદર્શન મેળવવું. નાણાકીય બાબતે સમય સારો ગણાય. નવીન આયોજનમાં આગળ વધી શકાય. શુભ રંગ : સ્કાય બ્લ્યૂ.
કુંભ (ગ.શ.સ.)
આરોગ્ય નરમગરમ રહે. પાચનતંત્ર બાબતે કાળજી રાખવી. નોકરી-વ્યવસાય ક્ષેત્રે પરિવર્તન. આર્થિક આયોજનમાં ધીરજપૂર્વક આગળ વધવું. ઉચ્ચ અભ્યાસ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં મહેનત ઊગી નીકળશે. સામાજિક બાબતોમાં વડીલવર્ગનું માર્ગદર્શન લઈને આગળ વધવાની સલાહ છે. પરદેશથી શુભ સમાચાર મળે. શુભ રંગ : નેવી બ્લ્યૂ.
મીન(દ.ચ.ઝ.થ. )
કૌટુંબિક કાર્યોમાં પ્રગતિ થાય. સામાજિક બાબતે નાના અવરોધની શક્યતા રહે. નોકરી-વ્યવસાય ક્ષેત્રે અનુકૂળતા વધશે. આર્થિક આયોજનમાં કાળજી રાખવી. ધનખર્ચ રહે, પરંતુ બચત જાળવી રાખવી પડશે. સંતાનની પ્રગતિ બાબતે શુભ સમાચાર મળે. કારકિર્દી બાબતે નવીન પ્રકારની કામગીરી આવી શકે તેમ છે. શુભ રંગ : આછો પીળો.