ફેશન ફંડા - માલિની રાવલ
આજકાલ સમર સિઝન ચાલી રહી છે. આ હોટ સમયમાં ફેશનવાંચ્છુકો તરેહ તરહેના કપડાંની તપાસ કરે એ સ્વાભાવિક છે. કોઈ બર્મૂડા- ટીશર્ટ અપનાવે, કોઈ કોટનની રેન્જમાં ડોકિયું કરે તો કોઈ ખાદીના શરણે જાય. શાર્ટિન અને ક્રેપની તો વાત કરવી જરૂરી ગણાય. આ બધા ફેબ્રિકમાંથી બનતા વિવિધ પ્રકારના સ્કર્ટસની તો અત્યારે ડિમાન્ડ ખૂલી ગઈ છે.
આશ્ચર્ય થયું ને? પણ આ વાત જ અનેરી છે. ઉનાળાના દિવસોમાં અત્યારે ફેશનેબલ માનુનીઓની હોડ જામી છે. 'કોણ સ્ટાઇલિસ્ટ અને ફેશન ઇન લાગે તેવું ર્સ્ક્ટ ધારણ કરે છે.
સ્કર્ટ માત્ર ગરમીમાં પહેરવાલાયક ડ્રેસ છે એવું નથી. તે તમને ટ્રેન્ડી અને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. સ્કર્ટ ડ્રેસ કાંઈ આજનો નથી. ૧૮૦૦ની સાલથી તે ચાલ્યો આવ્યો છે. બ્રિટનમાં તો ઘણાં પુરુષો તો સ્કર્ટ પહેરે છે. લોંગ, શોર્ટ મિડિયમ અને પેન્સિલ સ્કર્ટ અત્યારે વધારે ફેશન ઇન ગણાય છે. આમ પણ સ્કર્ટ ડ્રેસ તમારી ઉંમરમાં બે-ત્રણ વર્ષ ઓછાં દેખાડે છે ફ્રિલવાળા નાજુક થોડાં હલકા વર્કવાળા- લેસવાળા અથવા તો પ્રિન્ટેડ સ્કર્ટ અત્યારે વધુ ચાલે છે. અને તે ર્વિકંગ વુમનથી માંડીને હાઉસવાઇફ સુધીની મહિલાઓ તેને અપનાવે છે. કહેવાય છે કે સ્કર્ટ સાથે ટોપ કે હોઝિયરી ટી-શર્ટ બહુ શોભા વધારે છે. ખાસ કરીને કોટન ચિકન વર્કનું ટોપ તમને એક અનોખો લૂક આપે છે.
કૉલેજ અને પાર્ટી જેવા ફંકશન માટે બંધેજ અથવા એમ્બ્રોઇડરી કરેલાં સ્કર્ટસ તમને ડિફરન્ટ લૂક આપશે.
સિંપલ સફેદ શર્ટ સાથે ક્રીમ કલરનું પેન્સિલ સ્કર્ટ લાજવાબ લાગશે. એ જ રીતે પ્રિન્ટેડ ટી-શર્ટ સાથે પ્લેઇનની લેન્થ તથા બેક સ્લિટ સાથે પેન્સિલ સ્કર્ટ શોભી ઊઠશે.જોકે પહેરનારનો બાંધો સ્લીમ અને યોગ્ય માવજત કરેલો હોવો જોઈએ.
અહીં એ યાદ આપવું જોઈએ કે સિમેટ્રીકલ બોડી ધરાવનારને કોઈ પણ સ્કર્ટસ શોભશે. આજકાલ મીની અને પેન્સિલ સ્કર્ટ કોર્પોરેટ ડ્રેસ તરીકે વધુ પહેરાય છે.
સ્કર્ટ પહેરનારે સાવધાની બેસતા- ઊઠતાં ખાસ રાખવી. ટાઇટ, પેન્સિલ સ્કર્ટમાં તમે અનકમ્ફર્ટેબલ મહેસૂસ કરશો. માટે પહેરનારનું પોશ્ચર કે ચાલ યોગ્ય ન હોય તેઓએ સ્કર્ટ પહેરવાનો આગ્રહ રાખવો ન જોઈએ. આવા લોકો માટે એકદમ લોંગ સ્કર્ટ યોગ્ય રહેશે.ળજો તમે ઓફિસવેર તરીકે સ્કર્ટની પસંદગી કરવાના હો તો પેન્સિલ સ્કર્ટને પ્રથમ પ્રાધાન્ય આપો. કેઝ્યુએલ વેર તરીકે પ્રિન્ટેડ સ્ટાઇલવાળું કલરફૂલ સ્કર્ટની પસંદ કરો.
મોટી ઉંમરની માનુનીએ તો લોંગ સ્કર્ટ જ પસંદ કરવું જોઈએ. આજકાલ ચળકાટ ભર્યાં રંગો ખાસ કરીને સ્ટીલ ગ્રે, બ્રાઉન બ્લેક, રેડ અને પેસ્ટલ કલરના સ્કર્ટના ફેબ્રિકનું વધુ ચલણ છે.
શાર્ટિન- સિફોન- જિન્સ વેલ્વેટ- કોટન ખાદી ફેબ્રિક સ્કર્ટસ માટે યોગ્ય હોય છે. અને તેની માંગ પણ વધુ છે. ગરમીમાં જેમ બર્મૂડાને પ્રાધાન્ય અપાય છે. તેમ આજકાલ સ્કર્ટસને પહેલો ક્રમ અપાય છે. એટલે તો ફેશનેબલ યુવતીઓમાં માનીતું થઈ પડયું છે સ્કર્ટ.