Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 01:04:40 PM IST
 

વ્હાઈટ હેડ્સનો ઉપાય (બ્યૂટી ક્વેરી)

Apr 27, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 2720
Rate: 0
Rating:
Bookmark The Article

બ્યૂટી ક્વેરી - રાજીકા કચેરિયા
શ્રી રાજીકાબહેન,

મને ખૂબ વ્હાઈટ હેડ્સ છે. એવું મને એક બ્યૂટીશિયને જણાવેલ તો આ વ્હાઈટ હેડ્સ શું છે ? તેને મારી ત્વચા પરથી દૂર કેવી રીતે કરી શકાય ?    - માધવી બહેનશ્રી,

ત્વચાનાં છિદ્રો પર ગંઠાઈ ગયેલા (જામી ગયેલા) તૈલી સ્રાવ (ચીકાશ)ના જથ્થાને કારણે વ્હાઈટ હેડ્સ થાય છે. આના લીધે ત્વચા છિદ્રો બંધ થઈ જાય છે. ત્વચાની સપાટીની નીચે એ ગઠ્ઠા સ્વરૂપે મોતી જેવા ચળકતા ટપકાં જેવું દેખાય છે. સામાન્ય રીતે તૈલી ત્વચા પર આ સમસ્યા ઉદ્ભવતી હોય છે. એના માટે નીચેનો ઉપાય કરી શકો છો. તમારી ત્વચા હંમેશાં સાફ રાખો. તમારો ચહેરો દિવસમાં ત્રણ વખત, ખાસ કરીને બહારથી ઘરે આવ્યા બાદ તરત ધોવાનું રાખો. સેન્ડલવૂડ પાઉડર અને હળદરની પેસ્ટ બનાવીને મોં પર લગાવો. સૂકાઈ જાય એટલે મોં ધોઈ નાખવું. સારા પરિણામ માટે આ પ્રમાણે દરરોજ કરવું. નિયમિત રીતે ક્લિનઅપ કરાવવું, પણ સ્ટિમિંગ ટાળવું.

હોઠ ફાટી ગયા છે
શ્રી રાજીકાબહેન,

મારા હોઠ ફાટી ગયા છે. બધી ચામડી ઊખડે છે. જે ખૂબ ખરાબ લાગે છે. તો મને આ માટે ઉપાય બતાવશો. મોહના બહેનશ્રી,

આ સિઝનમાં આમ થતું હોય છે. તમે મેન્થોલ બેઈઝ્ડ લિપ બામ લઈ જૂનું, નરમ બેબી ટૂથબ્રશ લો. લિપ બામ હોઠ પર લગાવી નરમાશથી ટૂથબ્રશ ઘસો. હોઠને એક્સફોલિયેટ કરો. વધારે ભાર ના અપાઈ જાય એ ખાસ જોવું, કેમ કે એમ કરતાં લોહી નીકળશે. આટલું કર્યા બાદ વેજીટેબલ ઘી કે તેલ લગાવી દેવું. એકદમ ગરમ પીણાં કે સૂપ પીવા નહીં. વધારે પડતો મેટ લિપસ્ટિકનો ઉપયોગ પણ ટાળવો, કેમ કે એ હોઠનું મોઈશ્ચર શોષી લેશે. પરિણામે હોઠ સૂકા થશે, ત્વચા ફાટશે. 

મોઈશ્ચરાઈઝરયુક્ત લિપસ્ટિક લગાવવી જે તમારા હોઠને રિહાઈડ્રેટ કરે.

રિલેક્સ થવા માટે
શ્રી રાજીકાબહેન,

હું દિવસ દરમિયાન ખૂબ જ વ્યસ્ત રહું છું. તમે મને રિલેક્સ થવા માટે ઉપાય બતાવી શકો ? જે મારા વાળ અને ત્વચા માટે પણ ઉપયોગી બની રહે. - નિશા

બહેનશ્રી, તમારા માટે એક ઉપાય બતાવું છું જે તમે દરરોજ કરી શકો છો. પલંગ પર ચત્તા સૂઈ જાવ. તમારું માથું પલંગની કિનારીએ નીચે તરફ લટકતું રાખવું. પછી પીઠના ભાગેથી માથાનો ભાગ જમીનને અડે ત્યાં સુધી ધીમે ધીમે સરકવું. તમારા પગ ૧-૧/૨ ફૂટ જેટલા ઊંચા કરવા. દીવાલના ટેકે રાખી આરામ લેવો. આ પ્રમાણે પાંચ મિનિટ કરવું. ત્યાર બાદ અનુકૂળ રૂમ ટેમ્પ્રેચર રાખી ચત્તા સૂઈ જવું. ૧ ચમચી ચંદન, કાકડીનો રસ, ૧ ચમચી ગુલાબજળ અને દૂધીનું છીણ મિક્સ કરી, ચહેરા પર લગાવવું. આંખો પર આઈ-પેડ મૂકી ૨૦ મિનિટ માટે રિલેક્સ થવું. ત્યાર બાદ એકદમ ઠંડા પાણીથી મોં સાફ કરવું. આ એક સારો તાજગીપ્રદ પેક છે જે તમને રિલેક્સ કરશે. આ પેક લગાવીને તમે હુંફાળા પાણીથી ભરેલ બાથટબમાં ૧ કપ દૂધ અને થોડા ટીપાં બદામનું તેલ અને જો મળી શકે તો પ્યોર લેવેન્ડર ઓઈલના થોડા ટીપાં નાખી બાથ લઈ શકો છો. એ વખતે ધીમું મ્યુઝિક પણ સાંભળી શકાય અથવા મેડિટેશન પણ કરી શકાય. એનાથી તમે રિલેક્સ થશો. બોડી સિસ્ટમ રિલેક્સ થશે જે વાળ અને ત્વચાની સ્વસ્થતા માટે ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે.

હોળીને લીધે વાળની સમસ્યા
શ્રી રાજીકાબહેન,

મારા વાળ હાઈલાઈટ કરાવેલ, પણ હોળી રમવાને કારણે તે બગડી ગયેલ છે તો હવે શું કરવું ? - તિક્ષા બહેનશ્રી,

હોળી રંગથી તમારા વાળની આ સમસ્યા ઊભી થઈ છે. તમે થોડો વખત શેમ્પૂ કર્યા કરો. તેમ છતાં પણ જો કલર દૂર ના થાય તો મારો જવાબ છે ફરીથી કલર કરાવો. વાળ ખૂબ ડ્રાય ના થાય એનું ધ્યાન રાખો અને તમે કન્ડિશનરનો વધુ ઉપયોગ કરવાનું રાખો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com