Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 11:53:09 PM IST
 

અભિમાનીને આવી અક્કલ

Apr 27, 2012 Supplements > Kids World
 
comment     E-Mail     Print    
 
Viewed: 2020
Rate: 5.0
Rating:
Bookmark The Article

જંગલમાં એક તળાવ આવેલું હતું. આ તળાવમાં એક દેડકો રહેતો હતો. દેડકાને મન પડે ત્યારે તળાવમાં તરે અને ઇચ્છા થાય ત્યારે તળાવના કાંઠે કૂદકા માર્યા કરે. તળાવને કિનારે એક ઝાડ હતું. ઝાડની નીચે એક દર હતું, જેમાં એક ઉંદર રહેતો હતો. દેડકા અને ઉંદર વચ્ચે દોસ્તી જામી. એક દિવસ દેડકો અને ઉંદર વાત વાતમાં ઝઘડી પડયા. બંનેમાંથી કોણ વધુ શક્તિશાળી એ બાબતે બોલાચાલી થઈ. ઝઘડો લાંબો ચાલ્યો. આખરે બંનેએ નક્કી કર્યું કે, ચાલો આપણે યુદ્ધ કરીએ. યુદ્ધમાં જે જીતે તે વધુ શક્તિશાળી ગણાશે. બંનેએ પોતપોતાનાં હથિયારો સજાવી લીધાં અને નક્કી કરેલી ખુલ્લી જગ્યાએ યુદ્ધ કરવા માટે પહોંચી ગયા. તેઓ ખુલ્લા મેદાનમાં સામસામાં હથિયારો ટકરાવતા હતા ત્યારે જ ઉપરથી ઊડી રહેલા બાજે તેમને જોઈ લીધા.

બાજના મોંમાં એક સાથે બે બે શિકાર જોઈને પાણી આવ્યું. તેણે તો તરત પોતાની પાંખો નમાવીને દેડકા અને ઉંદરને ઝડપી લેવા તરાપ મારી. એક પંજામાં દેડકાને પકડયો અને બીજા પંજામાં ઉંદરને. બાજ તો તેમને પકડીને પોતાના માળા તરફ ઊડવા લાગ્યો. દેડકા અને ઉંદરે તો વિચાર્યું કે આજે તો આપણું આવી જ બન્યું. બાજે પોતાના માળા પર પહોંચીને બચ્ચાંને કહ્યું, "લો તમારું ભોજન." બાજ તરત બીજા શિકાર માટે ઊડી ગયો. બચ્ચાં તંદુરસ્ત દેડકા અને ઉંદરને જોઈને ખુશ થઈ નાચવા લાગ્યાં. એવામાં ઉંદરે દેડકાને બચ્ચાંઓની નજર ચૂકવીને ફટાફટ ભાગવા માટે ઇશારો કર્યો.

દેડકો અને ઉંદર જીવ બચાવવામાં સફળ થયા. પોતાની તાકાત માટે અભિમાન કરનારા બંનેને આખરે અક્કલ આવી કે આ જગતમાં આપણા કરતાં પણ શક્તિશાળી ઘણાય હોય છે. ક્યારેય પોતાની તાકાતનું અભિમાન ન કરવું જોઈએ.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com