તાઇયુઆન (ચીન) 27, એપ્રિલ
બીજિંગ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ રેસલર સુશીલ કુમારે લંડન ઓલિમ્પિક્સ માટે પણ ક્વોલિફાઇ કરી લીધું છે. વર્લ્ડ ઓલિમ્પિક રેસલિંગ ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટમાં સુશીલ કુમારે ૬૬ કિગ્રા વજનજૂથની ફાઇનલમાં પ્રવેશી લંડન ઓલિમ્પિક્સની ટિકીટ મેળવી હતી. સુશીલ લંડન ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઇ થનારો ચોથો ભારતીય રેસલર છે.