Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 10:29:49 AM IST
 

પાદરા તાલુકાના લકડીકૂઇના પ્રેમી યુગલે ઝેરી દવા ગટગટાવી

Apr 28, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 333
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા તા.૨૭

પ્રેમની વેદી પર પ્રાણની આહૂતિ આપવાનો નિષ્ફળ પ્રયાસ પાદરા તાલુકાના લકડીકૂઇના પ્રેમી યુગલે કર્યો હતો.પાંચ દિવસ પછી યુવતીના લગ્ન હોવાથી તેઓ વિખૂટા પડી જશે તેવા ડરથી યુગલ ગઇકાલે રાત્રે ઘેરથી ભાગી છુટયું હતું. ભાગી છુટેલા પ્રેમી યુગલે નિમેટા ગાર્ડન પાસે કોલ્ડડ્રિંકસમાં ઝેરી દવા ગટગટાવી મોટર સાઇકલ પર આજવા ગાર્ડન પાસે આવતા યુગલ બેશુદ્ધ થઇ ગયુ હતું.પ્રેમી યુગલને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ હતું.જ્યાં બન્નેની હાલત નાજૂક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

  • યુવતીના લગ્ન બીજા યુવાન સાથે નક્કી થઈ જતાં ઘરેથી ભાગી છૂટયા
  • ગાર્ડનના પાર્કિંગમાં યુગલ બેશુદ્ધ થઇને ઢળી પડતા સયાજીમાં ખસેડાયા

પાદરા તાલુકાના લકડીકૂઇ ગામમાં રહેતા જીતુભાઇ મકવાણા જાસપુર ગ્રામ પંચાયતના સભ્ય છે.તેઓની પુત્રી દક્ષાએ પી ટી સીનો અભ્યાસ કર્યો છે. દક્ષા ગામમાં રહેતા કમલેશ અશોકભાઇ તડવી નામના યુવાનના પ્રેમમાં હતી. સાત વર્ષથી તેઓ એકબીજાના પ્રેમમાં છે.કમલેશ પ્રથમ કન્સ્ટ્રકશન કંપનીમાં સિકયુરિટી કર્મચારી તરીકે નોકરી કરે છે. દક્ષાના લગ્નન તા.૨જીના રોજ પાદરાના યુવાન સાથે યોજાયા હતા. તેઓના લગ્નની કંકોત્રીઓ લખાઇ ચૂકી હતી. દક્ષાએ મહેંદી પણ મૂકી દીધી હતી. દક્ષાના લગ્નનો દિવસ નજીક આવતો જતો હતો.આથી દક્ષા અને ક્મલેશ ગભરાયા હતા.તેઓ પોતાના પરિવારજનોને તેઓના આ પ્રેમની જાણ કરી શકયા ન હતા.કુટુંબીઓ તેમના પ્રેમને મંજૂર નહી રાખે તેવા ભયથી તેઓ પરિવારને તેઓના સંબંધની જાણ કરી શકયા ન હતા.લગ્નની તૈયારીઓ લગભગ પૂર્ણતાને આરે પહોંચી ગઇ હતી.આથી પ્રેમી યુગલ ગભરાઇ ગયુ હતું.બે દિવસ અગાઉ તેઓ મળ્યાં હતા.અને ઘેરથી ભાગી છુટવાનો પ્લાન ઘડી નાખ્યો હતો.ગઇકાલે રાત્રે દક્ષાના પિતા લગ્નમાં ગયા હતા.તેઓ રાત્રે બે વાગે ઘેર પાછા ફર્યા હતા.ત્યારે દક્ષા તેણીના ખાટલામાં સૂઇ રહી હતી.જ્યારે રાત્રે ૩ વાગ્યાની આસપાસ દક્ષાના પિતા જીતુભાઇ લઘુશંકા માટે ઉઠયાં હતા.ત્યારે ખાટલામાં દક્ષાને જોઇ ન હતી.આથી તેઓએ તપાસ કરી હતી.જોકે મળી આવી ન હતી.

બન્ને પ્રેમી પંખીડા અગાઉ નક્કી કરેલા પ્લાન મુજબ ઘેરથી ગઇકાલે રાત્રે ભાગી છુટયા હતા.આ યુગલ મોટર સાઇકલ પર નિમેટા ગાર્ડન પાસે આવ્યુ હતું. ત્યાં રોડની બાજુ પર મોટર સાઇકલ ઉભુ રાખી થમ્સઅપમાં ઝેરી દવા ભેળવી બન્ને જણાએ ગટગટાવી હતી.અને ત્યારબાદ યુગલે મોટર સાઇકલ પર સવાર થઇ આજવા તરફ જવા નીકળ્યાં હતા.મોટર સાઇકલ પર તેઓ આજવા ગાર્ડનના પાર્કિંગ સ્ટેન્ડ પાસે પહોંચ્યા હતા.ત્યાંજ બન્ને જણાં મોટર સાઇકલ પરથી નીચે પડી બેભાન થઇ ગયા હતા.આજવા ગાર્ડનના ટિકિટ બારીના કર્મચારીએ જોતા તે દોડી આવ્યો હતો.કમલેશ પાસેના ફોન પરથી તેના સંબંધીને ફોન કરી કમલેશ અને દક્ષા વિશે જાણ કરી હતી.૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા બન્નેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બન્નેની હાલત નાજૂક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.દક્ષાના લગ્ન થઇ જતાં તેઓ વિખૂટા પડી જેશે તેવા ડરથી આ પગલું ભર્યુ હોવાનું તેઓએ પોલીસને જણાવ્યું હતું.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

વિખૂટા પડવાના ડરથી પાદરા બજારમાંથી બે દિવસ અગાઉ જ ઝેરી દવા ખરીદી હતી

વડોદરા : કમલેશ અને દક્ષા તેઓના પ્રેમ સંબંધ છેલ્લા સાત વર્ષથી હતો.પરંતુ બન્નેની જ્ઞાાતિ અલગ હોવાથી કુટુંબના સભ્યો તેઓના લગ્ન પર મંજૂરીની મહોર નહી મારે તેવા ભયથી તેઓ આ સંબંધની જાણ પરિવારના સભ્યોને કરી શકયા નહી અને દક્ષાના લગ્ન પાદરાના કમલેશ નામના યુવાન સાથે નક્કી થઇ ગયા હતા.આથી તેઓ વિખૂટા પડી જશે તેવા ડરથી તેઓએ આ દુનિયા છોડી દેવા માટે આત્મહત્યા કરવાનો નિર્ણય પણ કરી દીધો હતો.અને તે માટે તેઓએ બે દિવસ અગાઉ પાદરાના બજારમાંથી જ ઝેરી દવા ખરીદી હતી.

દક્ષાના પગલાંથી તેના યોજાનાર લગ્ન તૂટી

જશે તેવી એક માત્ર ચિંતા

વડોદરા : દક્ષાએ તેના પ્રેમી કમલેશ સાથે ઝેરી દવા ગટગટાવતા તેના પરિવારના સભ્યો સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.દક્ષાના લગ્નની તૈયારીઓ થઇ ચૂકી છે.લગ્નની કંકોત્રીઓ પણ વહેંચાઇ ગઇ છે.તેવા સમયે જ દક્ષાએ પ્રેમી યુવાન સાથે ભરેલા પગલાથી તેઓ વ્યથિત થઇ ગયા હતા. દક્ષાના પગલાની જાણ તેના ભાવિ પતિ અને સાસરિયાઓને થશે તો તા. રજી મેના રોજ યોજાનાર તેઓના લગ્નમાં વિધ્ન આવશે અને આ સંબંધ તેઓ ફોક કરી નાખશે તેવા ભયથી દક્ષાના પરિવારો ચિંતિત હતા.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com