Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 07:53:53 PM IST
 

ગોવાનાં સ્ટોરમાં વિદેશી દંપતી આખી રાત બંધ રહ્યું

Apr 28, 2012 National
 
Tags:   Foreign Couple In Goa Goa India Goa Police Goa Departmental Store comment     E-Mail     Print    
 
Viewed: 744
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મડગામ 28, એપ્રિલ

ગોવાનાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં બંધ થઈ ગયેલ એક ફોરેન દંપતીને બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ દંપતિ શુક્રવારની રાત્રે સ્ટોરમાં બંધ થઈ ગયું હતું. ગોવાનાં મડગામમાં આવેલાં એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં આખી રાત બંધ રહેલાં વિદેશી દંપતીનો પોલીસે શનિવારે સવારે મુક્ત કરાવ્યાં હતાં.

જો કે આ વિદેશી દંપતી સંજોગોવશાત સ્ટોરમાં રાત્રિનાં સમયે બંધ થઈ ગયું હતું. સ્ટોરનાં માલિકે આ દંપતીને ચોર સમજી પોલીસને જાણ કરી હતી. મડગામનાં પોલીસ અધિક્ષક સુદેશ નાયકે જણાવ્યું હતું કે અમે દંપતીની પૂછપરછ કરી હતી. તેઓ સામાન ખરીદવા માટે સ્ટોરમાં આવ્યા હતાં, પરંતુ અચાનક સ્ટોર બંધ થઈ જતાં તેઓ ફસાઈ ગયાં હતાં.

આ વિદેશી દંપતી ચોરી કરવાનાં ઈરાદાથી દાખલ થયું ન હતું. સ્ટોરનું શટર બંધ થઈ જતાં તેઓએ બૂમો પાડી હતી, પરંતુ કોઈનાં દ્રારા બૂમો ન સાંભળતાં તેઓ સ્ટોરમાં જ સૂઈ ગયાં હતાં. વિદેશી દંપતી વિઝીટર વિઝા પર ભારત ફરવા આવ્યાં છે અને કોલવા દરિયા કિનારેની હોટલમાં તેઓ રોકાયાં છે.



 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com