Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 22,2013 08:01:24 PM IST
 

રાજેશ ખન્ના હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં

Apr 28, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Rajesh Khanna Dimpal Kapadia Bollywood Akshay Kumar Lilavati Hospital In Mumbai comment     E-Mail     Print    
 
Viewed: 2311
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 28, એપ્રિલ

બોલિવૂડનાં સુપરસ્ટાર રાજેશ ખન્નાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જ્યાંથી તેમને રજા આપવામાં આવી છે. રાજેશ ખન્નાની તબિયત હવે બિલકુલ સારી છે અને હાલમાં તેમની પત્ની ડિમ્પલ કાપડિયા તેમનું ધ્યાન રાખી રહી છે. જો કે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા સાથે રહેતાં નથી. તેઓને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

69 વર્ષીય રાજેશ ખન્ના પ્રવક્તા અશ્વિનીએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો કે તેમની તબિયત ગંભીર ન હતી. તેઓ હવે સંપૂર્ણ સ્વસ્થ છે.

અશ્વિનીએ જણાવ્યું હતું કે તેમની પત્ની ડિમ્પલ કાપડિયા તેમનું ધ્યાન રાખી રહી છે. ડિમ્પલ જ રાજેશ ખન્નાને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. તે હાલમાં રાજેશ ખન્નાનું ધ્યાન રાખવા તેમની સાથે જ રહે છે.

કાકાનાં નામથી પ્રખ્યાત થનાર રાજેશ ખન્નાએ પોતાનાં ફિલ્મી કેરિયરની શરૂઆત 1966માં ફિલ્મ 'આખરી ખત' થી કરી હતી. ત્યારબાદ તેમણે આનંદ, બહારો કે સપને, રાજ, આરાધના, દાગ અને દો રાસ્તે જેવી સફળ ફિલ્મો આપી હતી. તેમણે 1969 થી 1972નાં દાયકામાં સફળ ફિલ્મો આપી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com