લંડન, તા. 28
બ્રિટન એવા અવકાશ યાનને બનાવવાની પ્રક્રિયાની આગેવાની કરશે, જે સૂરજની કક્ષામાં તેની ચારેતરફ ચક્કર લગાવશે. આ અવકાશયાન બુધ ગ્રહની કક્ષઆની અંતરથી છબિ લઈ શકશે. જેનાથી સૂરજની અંદરની ગતિવિધિના સ્ત્રોતની ખબર પડી શકે. યુરોપીય અવકાસ એજન્સીએ બ્રિટનની કંપની એસ્ટ્રીયમ યુકેથી આ ઉપગ્રહને બનાવવાનો કરાર કર્યો છે. જેને વર્ષ 2017માં અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવશે. આ મિશન યુરોપિય સ્પેસ એજન્સી અને અમેરિકી સ્પેસ એજન્સી અર્થાત નાસાના સંયુ્કત ઉપક્રમે છે. નાસા આ મિશનને રોકેટ જેવા ઉપકરણો આપશે.
કેટલો ખર્ચ આવશે
30 કરોડ યૂરો એટલે કે આશરે 25 કરોડ પાઉન્ડ. પેરિસ સ્થિત આ એજન્સીનું બ્રિટનની કોઈ કંપની સાથે આ હંમણાં સુધીનો સૌથી મોટા સોદામાંનો એક છે. ઈતિહાસ પર નજર કરસો તો આ સમજૂતિ એવા સમયે થયો છે જ્યારે અવકાસ ક્ષેત્રમાં બ્રિટની ગતિવિધિઓના 50 વર્ષ પૂરા થયા છે. સૂર્યની ઊર્જાનો અભ્યાસ થશે. 26 એપ્રિલ 1962ના રોજ એરિયલ-1 ઉપગ્રહના પ્રક્ષેપણની સાથે બ્રિટન અવકાસમાં ઉપગ્રહ મોકલનાર દેશોમાં સામેલ થયો. સૂર્યની કક્ષામાં પ્રક્ષેપિત થયા પછી આ ઉપગ્રહ સૂર્ય પરિવારના ઘણા નજીક સુધી જઈ શકશે, આ સૂર્યના આશરે ચાર કરોડ 20 લાખ કિલોમીટરનાં અંતરે રહેશે, જેથી કરીને વૈજ્ઞાનિક સૂર્યથી નીકળનારી ઊર્જા પર અભ્યાસ કરી શકશે.
સંશોધકોનું કહેવું છે કે આ મિશનથી એ જાણકારી મળી શકશે કે કઈ રીતે સૂર્યની ચારે બાજુ હીલિયોસ્ફિયરનું નિર્માણ થાય છે, જેના લીધે સૂરજની ચાકેબાજુ તાપમાન વધી જાય છે. ડૉ. રાલ્ફકોર્ડનું કહેવું છે કે, ''આ અભિયાનને સુરક્ષિત બનાવવાની જરૂર છે, કારણ કે આ અવકાશ યાનને પાંચસો ડિગ્રી તાપમાનને સહન કરવું પડશે, જે પર્યાપ્ત સુરક્ષાના અભાવમાં વિનાશકારી હોઈ શકે છે. આ અભિયાનમાં સૂર્યની ઉષ્મા એક મોટી સમસ્યા છે. અમે વધુ તાપમાન સહન કરવાની એક શીલ્ડ તૈયાર કરીશુ, જે આ તાપાનને ઓછું કરી શકે. ''