મુંબઈ 28, એપ્રિલ
શિલ્પા હોય કે મનિષા કોઈરાલા કે પછી પોતાની સગાઈ કરી ચૂકેલ બોલિવૂડની મોટાભાગની હિરોઈનોએ પોતાના લાઈફ પાર્ટનરનાં રૂપમાં બિઝનેસમેન પર જ પસંદગી ઉતારી છે. હાલમાં જ એક અભિનેત્રી મનિષા લાંબાની પોતાની બોયફ્રેન્ડ સાથેનાં રિલેશનશીપને કારણે ચર્ચામાં છે, કેમ કે તેનો બોયફ્રેન્ડ પણ બિઝનેસમેન જ છે. બિઝનેસમેનની કોઈ અભિનેત્રી સાથેની મિત્રતા એટલે સમજી લેવો કે તે સંબંધ સિરીયસ છે. કારણ કે અત્યાર સુધીનાં લગભગ બધાં કેસમાં અભિનેત્રીઓનાં બિઝનેસ મિત્ર પાછળથી તેમનાં લાઈફ પાર્ટનર બની ગયાં છે.
એશા દેઓલ ભારત તખ્તાની
હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે હમણાં જ બિઝનેસમેન ભરત તખ્તાની સાથે સગાઈ કરી છે. એશા અને ભરત ઘણાં સમયથી રિલેશનમાં હતાં અને આખરે આ વર્ષે તેઓ બંને પરણી જશે. ભરત મુંબઈમાં બિઝનેસમેન છે.
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા આવાં કપલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઈંગ્લેન્ડનાં ટોપનાં બિઝનેસમેન રાજ કુંદ્રા અને શિલ્પા ઘણાં સમય સુઘી મિત્ર રહ્યાં હતાં. તેઓ પોતાના રિલેશનને મીડિયા સામે સ્વીકારવા પણ તૈયાર નહોતા. જો કે બંને જણાંએ ધામધૂમથી આખરે લગ્ન કર્યાં હતાં.
ઈશા કોપિકર અને ટિમ્મી નારંગ
ઈશા કોપિકરે પણ બિઝનેસમેન ટિમ્મી નારંગને પોતાના લાઈફ પાર્ટનર તરીકે પસંદ કર્યો છે. ટિમ્મી દિલ્હીમં ઘણી બધી રેસ્ટોરન્ટ ધરાવે છે. બંને એકબીજા સાથે ઘણાં ખુશ છે.
મનિષા કોઈરાલા અને સમ્રાટ દહલ
નેપાલી સુંદરી મનિષા કોઈરાલાએ નેપાલનાં ટોપનાં બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતાં. જો કે હાલમાં મનિષા પોતાના પતિની સાથે રહેતી નથી.
રીમા સેન અને શિવકરન સિંહ
ગયા મહિને જ અભિનેત્રી રીમા સેને દિલ્હીનાં પ્રખ્યાત હોટલોનાં માલિક શિવકરન સિંહ સાથે લગ્ન કરી લીધાં છે. તે પણ પોતાના પતિની સાથે ખુશ છે.
સેલિના જેટલી અને પીટર
'નો એન્ટ્રી' ફેમ અભિનેત્રી સેલિના જેટલીએ પણ દુબઈ બેસ્ડ ઓસ્ટ્રિયન બિઝનેસમેન પીટર સાથે લગ્ન કર્યાં છે. તેણે માર્ચમાં બે જુડવા બાળકોને જન્મ આપ્યો હતો.
આયશા તાકિયા અને ફરહાન આઝમી
અભિનેત્રી આયશા તાકિયાએ પણ રેસ્ટોરન્ટોનાં માલિક ફરહાન આઝમી સાથે લગ્ન કર્યાં છે.
મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરાએ પણ હૈદરાબાદનાં શકીલ સાથે લગ્ન કર્યાં છે, જેને પોતાનો કન્સ્ટ્રક્સન નો બિઝનેસ છે. જો કે આ લિસ્ટમાં જૂહી ચાવલા, રવિના ટંડન અને કરિશ્મા કપૂર પણ સામેલ છે.