Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 08:54:43 AM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

મહિલાઓનું અટેન્શન તમારી તરફ કરવું હોય તો આ વાંચો...

Apr 28, 2012 Offbeat
 
Tags:   Relationship Men Women Love Happyness Happy people Happy Survey Beauty Tips comment     E-Mail     Print    
 
Viewed: 30017
Rate: 2.9
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. 28

ઓફિસમાં લાખ પ્રયત્ન પછી પણ તમને કોઈ મહિલાનું અટેન્શન ન મળતું હોય તો તમને નથી લાગતું કે તમારામાં કોઈ કમી છે. તમારામાં નહીં પણ તમારા બોરિંગ લૂકમાં છે. દુખી થવાની કોઈ જરૂર નથી કારણ કે, અમે તમને આપીએ છીએ કેટલીક સરળ અને સિપંલ ટિપ્સ જેનાથી તમે ખુદ આકર્ષક બનાવી શકશો. જો તમે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખશો તો તમામ મહિલાઓ તમારાથી આકર્ષિત થયા વીના નહીં રહી શકે.

તો અપનાવવી જોઈએ નીચે મુજબની ટિપ્સ-

1-કપડાં- જો તમારે મહિલાઓને આકર્ષિત કરવી હોય તો પોતાના કપડાં પર પૂરતું ધ્યાન આપો. રાત્રે સૂતા પહેલા એવું વિચારી લેવું જોઈએ કે સવારે ઓફિસમાં તમારે શું પહેરવાનું છે. રાતમાં જ પોતાના શર્ટને સારી રીતે ઈસ્ત્રી કરી લેવી જોઈએ. જૂતાને પૉલિસ કરીને ચમકાવી નાંખવા જોઈએ. આવી તમામ નાની-નાની વસ્તુઓ લોકોને આકર્ષિત કરે છે.

2- સફાઈ- પોતાના નખને સાફ રાખો અને સમય પર તેને કાપતા રહેવું જોઈએ. જો નખ ગંદા હશે તો તમારા વ્યકિતત્વમાં ઘટાડો જોવા મળશે.

3- હોઠ પર ધ્યાન-  આ ટિપ્સ તમારી માટે ખૂબ જરૂરી છે, કારણ કે, ઠંડી હોય કે ઉનાળો હોય હોઠ ફાટવાની સમસ્યા ખૂબ સાધારણ વાત છે આ માટે તેની યોગ્ય દેખરેખ રાખવી જોઈએ. મહિલાઓનું ધ્યાન તેની પર સૌથી વધુ જશે. આ માટે હંમેશાં તમારી પાસે લિપ બામની નાની ડબ્બી રાખવી જોઈએ.

4-સ્ક્રબ- જો તમે વિચારતા હોવ કે ચહેરો માત્ર એકવાર સાબુથી ધોયો એટલે પત્યું તો એકવાર ફરીથી વિચારી લેજો. ચહેરા પર પણ યોગ્ય ધ્યાન આપવું જોઈએ. ચહેરાને સ્કબ કરશો તો તમારો ચહેરો જોવા લાયક લાગશે.

5-દાગીના પહેરો- ના અમે એવું નથી કહીં રહ્યા કે બપ્પી લહેરીની જેમ તમારા શરીરને ઘરેણાંથી લાદી દો. જો તમે આંગળીમાં ચેઈન કે વીંટી પહેરશો તો તમને ખૂબ સૂટ કરશે. સિંપલ, સ્માર્ટ અને સોબર લાગવા માટે ઘડિયાળ, લેધર કે પ્લેટિનમ રિંગ પહેરવાની જરૂર છે.

6- દાઢીને ટ્રીમ કરવી- હવે સમય આવી ગયો છે કે તમે દેવદાસ જેવું દેખાવાનું બંધ કરો. જો તમારા ચહેરા પર વધુ દાઢી છે તો તેને ટ્રીમ કરતાં રહો. ક્યારેક સાફ ચહેરો બધુ કહી દેતો હોય છે. જો તમે આટલો ફેરફાર કરશો તો મહિલાઓ તમારામાં વધુને વધુ ઈન્ટરેસ્ટ લેતી થઈ જશે અને બીજાને કોઈને આની ખબર નહીં પડે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com