યોગ ભગાવે રોગ - બાબા રામદેવ
ઘૂંટણનો દુખાવો સામાન્ય રીતે મોટી ઉંમરે થતો હોય છે, તેને કારણે ઊઠવા-બેસવામાં અને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે. ઘૂંટણનો દુખાવો ધીરે-ધીરે ચાલવાનું બંધ કરાવી દે તે પહેલાં તેને દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ.
કારણો
વધુ પડતું વજન, કબજિયાત થવી, ખાવાનું જલદી જલદી ખાવાની ટેવ, ફાસ્ટ ફૂડનું વધુ પડતું સેવન, તળેલી વસ્તુઓ ખાવી, ઓછા પ્રમાણમાં પાણી પીવું, શરીરમાં કેલ્શિયમની ઓછપતા.
ઉપયોગી યોગ-પ્રાણાયામ
* ઘૂંટણના દુખાવામાં પવનમુક્તાસન, ત્રિકોણાસન, ભુજંગાસન, શવાસન તથા શલભાસન ખૂબ જ ઉપયોગી છે.
* એક્યુપ્રેશર રિંગને દિવસમાં ત્રણ વાર, ત્રણ મિનિટ સુધી અનામિકા અને મધ્યમાં આંગળીમાં એક્યુપ્રેશર કરો.
* દરરોજ ઓછામાં ઓછું ૨થી ૩ કિલોમીટર પગપાળા જરૂર ચાલો. દિવસમાં દસ મિનિટ આંખો બંધ કરી, આડા પડી ઘૂંટણોના દુખાવાને ધ્યાનમાં લો. નિયમિત રીતે અનુલોમ-વિલોમ અને કપાલભાતિ પ્રાણાયામનો અભ્યાસ કરો. અનુલોમ-વિલોમ ધીમે ધીમે અને ઓછામાં ઓછું સો વાર જરૂર કરો. તેનાથી જલદી ફાયદો થાય છે.
* તર્જની (પહેલી) આંગળીને અંગૂઠાની નીચે ગાદી પર અડકાવો અને અંગૂઠાને ધીમેથી દબાવો. દિવસમાં અડધો અડધો કલાક બે વાર જરૂર કરો.
સામાન્ય ઉપચાર
* નાભિમાં એરંડના બીજને છોલી લગાવો અને પ્લાસ્ટિકની ટેપથી ચોંટાડો. બીજા દિવસે સ્નાન પહેલાં તેને ખોલી દો. આ પ્રયોગ સ્નાન કર્યા બાદ લગભગ બે કલાક પછી કરો.
* ઘૂંટણોમાં દુખાવાથી પીડાતા રોગીઓએ દૂધ પીવું જોઈએ નહીં, કારણ કે દૂધમાં લેક્ટિક-એસિડ હોય છે જે ઘૂંટણોના દુખાવાને વધારે છે, પણ દૂધને ઠંડું કરી તેમાં મધ, સૂંઠ મેળવી ધીરે ધીરે પીઓ તો ફાયદો થાય છે.
* આખા દિવસમાં ઓછામાં ઓછું ૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ. એટલું ધ્યાન રાખજો કે ઓછા પ્રમાણમાં પાણી પીવાથી પણ ઘૂંટણોમાં દુખાવો વધી જાય છે.
* ઘૂંટણના દુખાવામાં મેથી ખૂબ જ અક્સીર છે. તેથી નિયમિત રીતે ભોજનની સાથે અંકુરિત મેથીનું સેવન કરો.
* ચાર કાચા ભીંડા સવારે પાણી સાથે ખાઓ. આખા દિવસમાં ત્રણ અખરોટ જરૂર ખાઓ. આમ કરવાથી પણ સાયનોબિયલ ફ્લૂટ બનવા માંડે છે.
આટલું ન લેશો
દહીં, લસ્સી, અથાણાં, દૂધ, ચા, રાત્રે ચણા, ભીંડા, બટાકા, કાકડી, મૂળો, રાજમા વગેરે ભૂલથી પણ લશો નહીં. રાત્રે હલકું તથા સુપાચ્ય ભોજન લો.