Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 02:18:46 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

સુખ પામવા માટે દુઃખનું મૂળ શોધો (ઇન્સાઇટ)

Apr 28, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1238
Rate: 4.0
Rating:
Bookmark The Article

ઇન્સાઇટ - વિનોદ ડી. ભટ્ટ
દુઃખનાં મૂળ-૧

મારા મનમાં ઘૂમરાતા વિચારોને હું સાચા માની લઉં ત્યારે મને દુઃખની પીડા થતી, પરંતુ મનમાં ઘૂમરાતા વિચારોને હું સાચા માનું જ નહીં, એ વિચારોને હું મનમાંથી ફગાવી દઉં ત્યારે મારી પીડા અદૃશ્ય થઈ જતી અને આ વાત મને એકલીને જ નહીં બધા જ માણસોને લાગુ પડે છે. દુઃખમાંથી મુક્તિ આટલી બધી સરળ છે. મેં એ વાત શોધી કાઢી કે તમે માનો તો દુઃખ છે. બાકી જીવનમાં સુખ હી સુખ જ છે. મેં મારી અંદર સુખનું ઝરણું શોધી કાઢયું કે જે ક્યારેય સુકાતં જ નથી. આ વિશ્વમાં અવતરનાર મનુષ્યો પૈકી કોઈને ક્યારેય કોઈ જ દુઃખ ન પડયું હોય, એવો માણસ મળવો અસંભવ છે. પણ, વિશ્વમાં એવા જિંદાદિલ વીરલા ચોક્કસ મળી આવશે કે જેમણે જિંદગીનાં દુઃખોનો હસતાં હસતાં હિંમતભેર સામનો કર્યો હોય. જિંદગીની એક કડવી વાસ્તવિકતા એ છે કે તમે તમારા જીવનમાં જ્યારથી સુખ મેળવવા માટેની મથામણ શરૂ કરો છો, બરાબર એ જ ઘડીથી તમારા જીવનમાં દુઃખનાં બીજ રોપાઈ જાય છે. આનું કારણ બહુ સીધં, સાદં ને સરળ છે. સુખને બહાર શોધવાના વ્યર્થ પ્રયાસોમાં આપણે એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છીએ કે સાચું અને શાશ્વત સુખ શેમાં છે, એ વિશે વિચારવાની આપણે દરકાર સુધ્ધાં નથી કરતા. જીવનમાં સુખ મેળવવા માટે માણસ જેટલો પરિશ્રમ કરે છે, એના દસમા ભાગનો જ પરિશ્રમ એ દુઃખનું કારણ શોધવામાં કરે તો ઝાઝી મહેનત કર્યા વગર એને સુખ મળી જવાની ગેરન્ટી છે અને જીવનની એ ધન્ય પળે સુખનું રહસ્ય આટલું બધું સરળ છે, એનો માણસને અહેસાસ થઈ જાય છે. ખાસ કરીને કારકિર્દી ઘડવા માટે મુઠ્ઠીઓ વાળીને દોડી રહેલા આજના સ્પર્ધાત્મક વિશ્વના યુવાનોએ સુખ શોધવાની શરૂઆત કરવાને બદલે સૌ પહેલાં દુ:ખનું કારણ શોધવું જોઈએ. દુઃખનું કારણ શોધવા તેનાં મૂળ સુધી પહોંચવું આવશ્યક છે. કોઈ કહેશે, આમાં વળી નવું કે અઘરું શું છે? દરેકને પોતાના દુઃખનું કારણ તો ખબર જ હોયને...! પણ આપણા સૌની ખરી ભૂલ અહીં જ થાય છે. માણસને તેના દુઃખનાં મૂળની ખબર જ નથી હોતી અને એના કારણે જ તે જીવનભર દુઃખથી પીડાયા કરે છે.

બાયરોન કેટી નામની એક અમેરિકન લેખિકાએ માણસનાં દુઃખ અને તેની સમસ્યાને હલ કરવાના કેટલાક સચોટ રસ્તા શોધી કાઢયા છે. જીવનમાં સુખી કઈ રીતે થવું, એના વિશે બાયરોન કેટી અમેરિકામાં સેમિનારો અને વર્કશોપ યોજે છે. કેટીએ સંખ્યાબંધ બેસ્ટસેલર પુસ્તકો પણ લખ્યાં છે.

કેટી કહે છે કે દુનિયાની તમામ સમસ્યાઓનું ઉદ્ગમસ્થાન એટલે કે તેનું મૂળ આપણા વિચારોમાં છે. આપણા મગજને ખુલ્લં કરી મુક્ત કરવાની અનોખી રીત સમજવા માટે કેટીનું પુસ્તક 'ક્વેશ્ચનિંગ યોર થિન્કિંગ' ઉપયોગી થઈ પડે તેવું છે. આપણા મનમાં  ઘૂમરાતા નેગેટિવ ખરાબ વિચારો કઈ રીતે ખાળવા તેની સચોટ ટેક્નિક આ પુસ્તકમાં સમજાવાઈ છે અને તમે આ પુસ્તક વાંચશો એટલે જીવનમાં દુઃખ શા માટે છે? અને એનાથી છુટકારો કઈ રીતે મેળવી શકાય? એની સાચી સમજણ તમને સરળતાથી પ્રાપ્ત થઈ જશે.

સુખી થવાની સરળ ચાવી જેવા આ પુસ્તકની વિગતવાર વાત તો પછી કરીશું, પણ તે પહેલાં આ પુસ્તકની લેખિકા બાયરોન કેટીના જીવનની મહાદુઃખદ વાત જાણવા જેવી, સમજવા જેવી અને તેમાંથી પ્રેરણા લેવા જેવી છે. જીવનની વસંત જેવા ભર યૌવનકાળમાં લગભગ ૧૦ વર્ષ સુધી કેટી ડિપ્રેશનનો ભોગ બની હતી. ડિપ્રેશન એટલું જબરદસ્ત હતું કે તે સતત હતાશાના વમળમાં ડૂબેલી રહેતી. વિના કારણ ગમે તેના પર ગુસ્સો કરીને લવારા કર્યા કરતી. 'હું બહુ જ દુઃખી છું' એવા વિચારોથી કાયમ તેનું મન ભારેભારે રહ્યા કરતું. ડિપ્રેશનના આ દશકાના સમયગાળામાં તેના છેલ્લાં બે વર્ષ તો બહુ પીડાદાયક હતાં. કેટીની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ કે બેડરૂમમાંથી બહાર નીકળવાનું પણ તેના માટે મુશ્કેલ બની ગયું. કેટીને તેના ઘરવાળા સ્ત્રીઓ માટેના 'રિહેબિલિટેશન હોમ'માં મૂકી આવ્યા હતા. ત્યાં પણ કેટીની મુશ્કેલીનો પાર નહોતો, તેને ખૂણાના ઉપલા માળિયામાં રખાઈ હતી.

પણ એક દિવસ અચાનક તેના જીવનમાં જાણે મહાચમત્કાર થયો.

૧૯૮૬ના ફેબ્રુઆરી મહિનાની એક વહેલી સવારે જે ઘટના બની તે કેટીના જ શબ્દોમાં જોઈએ, “પરોઢિયે મારા પગ પર કોઈ જીવજંતુ ફરતું હોવાનું લાગતાં મારી આંખ ખૂલી ગઈ. મેં જરા ડોક ઊંચી કરીને પગ તરફ નજર નાંખી તો પગ પર વંદો હતો! પણ એ દરમિયાન જાણે કોઈ ચમત્કાર થયો. મને લાગ્યું કે મારો નવો જન્મ થયો. એ વહેલી સવારની ચમત્કારિક ક્ષણની વાત આગળ વધારતા કેટી કહે છે, “મારા મગજમાં એક અદ્ભુત વિચાર સ્ફૂર્યા કે મારા મનમાં ઘૂમરાતા વિચારોને હું સાચા માની લઉં ત્યારે મને દુઃખની પીડા થતી, પરંતુ મનમાં ઘૂમરાતા વિચારોને હું સાચા માનું જ નહીં, એ વિચારોને હું મનમાંથી ફગાવી દઉં ત્યારે મારી પીડા અદૃશ્ય થઈ જતી અને આ વાત મને એકલીને જ નહીં બધા જ માણસોને લાગુ પડે છે. દુઃખમાંથી મુક્તિ આટલી બધી સરળ છે. મેં એ વાત શોધી કાઢી કે તમે માનો તો દુઃખ છે. બાકી જીવનમાં સુખ હી સુખ જ છે. મેં મારી અંદર સુખનું ઝરણું શોધી કાઢયું કે જે ક્યારેય સુકાતં જ નથી. ખરી વાસ્તવિકતા એ છે કે દરેકમાં આનંદ-ઉલ્લાસનો સાગર સદાય ઉછાળા મારતો રહે છે. સવાલ માત્ર

એને ઓળખવાનો છે. એની વધુ વાત આવતા રવિવારે...        

 vinod.bhatt@sandesh.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com