Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 09:55:57 AM IST
 

રાજ્ય વિદ્યુત બોર્ડ્સે એસ્ક્રો એકાઉન્ટ ખોલાવવા પડશે

Apr 28, 2012 Business > Corporate News
 
Tags:   NTPC Company SEB comment     E-Mail     Print    
 
Viewed: 256
Rate: 0
Rating:
Bookmark The Article

નવીદિલ્હી, તા. ૨૪

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (એનટીપીસી)એ રાજ્ય વિદ્યુત બોર્ડ્સ (એસઇબી)ને એસ્ક્રો એકાઉન્ટ ખોલવાની સૂચના આપી છે. એનટીપીસીના વરિષ્ઠ અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વીજળી લેતા એસઇબીને  અમે નાણાંની ચુકવણીની નિશ્ચિતતા માટે ડેઝિગ્નેટેડ બેન્કમાં એસ્ક્રો એકાઉન્ટ ખોલવાની સૂચના આપી છે. એનટીપીસી એસઇબી ડિફોલ્ટ ન થાય તે માટે એસ્ક્રો એકાઉન્ટ્સનો આગ્રહ રાખી રહી છે. ડિસેમ્બર-૨૦૧૧ના રોજ પીએસયુ કંપનીઓનો ચુકવણીનો ગાળો ૫૩ના બદલે ૭૭ દિવસ સુધીનો થઇ ગયો છે. વિદ્યુત બોર્ડ ચુકવણીમાં ભલે ડિફોલ્ટ ન થતાં હોય પણ ચુકવણી આવતા વાર તો લાગે છે.

મેનેજમેન્ટના દાવા પ્રમાણે બધા રાજ્ય વિદ્યુત બોર્ડ સમયસર ચુકવણી કરતાં હોવા છતાં તમામને નોટિસ મોકલાઇ છેે. ગુજરાત રાજ્ય વિદ્યુત બોર્ડને આ વર્ષે જાન્યુઆરીમાં રૂ . ૩૦૨ કરોડના બાકી લેણાં ભરવા માટે ચેતવણી આપવામાં આવી હતી.  આ એક જ ઉદાહરણ નથી. ગયા નવેમ્બરમાં એનટીપીસીએ તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, ઝારખંડ, મેઘાલયને પણ આવી જ ચેતવણીઓ આપી હતી. એનટીપીસીના ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે, રાજ્ય વિદ્યુત બોર્ડો પાસેથી રૂ . ૧૦,૦૦૦ કરોડના બાકી લેણાં વસૂલવા માટે તમામને એસ્ક્રો એકાઉન્ટ ખોલાવવાની સૂચના આપવી પડી છે.

એનટીપીસીએ તમામ રાજ્ય વિદ્યુત બોર્ડ્સને સૂચના આપી
એસ્ક્રો એકાઉન્ટ ખોલાવ્યા બાદ એસઇબી ચુકવણી કરવામાં નિષ્ફળ જાય તો એનટીપીસી આ એકાઉન્ટ ફ્રીજ કરાવી શકશે. દરમિયાન ર્વાિષક વીજ જરૂ રિયાત ૭૦૦ અબજ યુનિટની છે. તેમાંથી ૨૨૦ અબજ એનટીપીસી દ્વારા પૂરી પાડવામાં આવે છે.એનટીપીસીનું વીજ ઉત્પાદનનું સરેરાશ માસિક બિલ રૂ . ૫૦૦૦ કરોડનું થાય છે.  
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com