Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 12:18:49 AM IST
 

‘હવે મને એક્ટિંગ અઘરી લાગે છે’

Apr 28, 2012 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 503
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ : ૨૮ એપ્રિલ ૨૦૧૨

ઈમરાન હાશમી અને મહેશ ભટ્ટ અમદાવાદની મુલાકાતે

કોલેજ પછી હું રખડપટ્ટી જ કરતો હતો. ત્યારે ભટ્ટ સરે મને સલાહ આપી કે રખડવાનું બંધ કરીને મારી ઓફિસમાં આવ અને કંઇક શીખ. ત્યાં મેં ફિલ્મ એડિટિંગ શીખવાનું ચાલુ કર્યું. તેમાં રસ ન પડયો પણ ફિલ્મ ડિરેક્શન-પ્રોડક્શન ગમવા લાગ્યું. તેમાં મેં ખૂબ મહેનત કરી, પણ છેવટે એક્ટિંગમાં રસ લીધો. હવે એક્ટિંગ પણ અઘરી લાગી રહી છે.” આ હળવી શૈલીમાં કહેવાયેલા શબ્દો ‘જન્નત-૨’ના પ્રમોશન માટે અમદાવાદના મહેમાન બનેલા ઇમરાન હાશ્મીએ ‘સિટી લાઇફ’ સમક્ષ ઉચ્ચાર્યા હતા. ઇમરાન સાથે પ્રોડયુસર મહેશ ભટ્ટ અને ડિરેક્ટર કુણાલ દેશમુખે પણ અમદાવાદની મુલાકાત લીધી હતી. ઇમરાન સાથે ‘જન્નત-૨’ના પ્રોડયૂસર મહેશ ભટ્ટ પણ અમદાવાદ આવ્યા હતા. તેમણે ઇમરાનની વાત સાથે સહમતિ દર્શાવતા કહ્યું હતું કે, “હા, ઇમરાન અત્યંત આળસુ માણસ છે. તેને ખાવામાં અને ઊંઘવામાં વધુ રસ છે. એટલે જ મેં તેને કહ્યું હતું કે, ડિરેક્શન તારા માટે શક્ય નથી, તું એક્ટિંગ કરી જો.”

જન્નત-૨’ વિશે ઇમરાને કહ્યું હતું કે, “ત્રણેક વર્ષ પહેલાં આવેલી ‘જન્નત’ ફિલ્મ ક્રિકેટ સટ્ટા પર આધારિત હતી, જ્યારે તેની સિક્વલમાં હું શસ્ત્રોના વેપારીની ભૂમિકામાં છું. હું દિલ્હીનો યુવક છું, જેને પૈસા સિવાય કશામાં રસ નથી. આ ફિલ્મમાં પણ હું ગ્રે શેડમાં છું.

ફિલ્મ માટે કેવું રિસર્ચ કરવું પડયું એ વિશે કુણાલ દેશમુખ કહે છે કે, “ખાસ કરીને ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને દિલ્હીમાં સરળતાથી શસ્ત્રોનું ખરીદ-વેચાણ થાય છે, અને તેને રોકવું અત્યંત અઘરું છે. તેથી હું આ રાજ્યોમાં જઇને ઉચ્ચ પોલીસ અધિકારીઓને મળ્યો હતો અને એક મજબૂત સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. હવે આ ફિલ્મ પડદા પર જુઓ, તેમાં વધારે મજા આવશે.”

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com