કાબુલ, તા. 29
અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંતમાં એક માર્ગનાં કિનારે રાખેલ બોમ્બ વિસ્ફોટ થવાથી 10 પોલીસકર્મીઓનાં મોત થયા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અફઘાન લોકલ પોલીસની એક ટૂકડી વારદાક જિલ્લાના અંબુખાર વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી તે સમયે તેમનું વાહન માર્ગ કિનારે રાખેલ એક બોમ્બથી અથડાઈ ગયું અને જેમાં મોટો વિસ્ફોટની ઝપટમાં આવવાથી 10 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.
બતાવવામાં આવે છે કે, પોલીસકર્મીઓ એક ઉદઘાટન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા તેમની સાથે પોલીસના અન્ય વાહનો પણ સાથે ચાલી રહ્યા હતા. જો કે તેમને કંઈ નુકસાન નથી પહોંચ્યું. આતંકવાદી સંગઠન તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.