નવી દિલ્હી, તા. 29
રાષ્ટ્રપતિ ચૂંટણીની ગતિવિધિ દિવસેને દિવસે તેજ થતી જઈ રહી છે. આ સંદર્ભમાં રક્ષામંત્રી એ.કે. એન્ટોની આજે ડીએમકેના પ્રમુખ કરૂણાનિધિથી મુલાકાત કરશે,
આ અગાઉ યૂપીએ પ્રમુખ સોનિયા ગાંધી એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે ગત બુધવારે મુલાકાત કરી ચૂકી છે. જલ્દી જ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવામાં રાજનીતિની સ્પર્ધામાં ઉપ રાષ્ટ્રપતિ હામિદ અન્સારી, નાણાં મંત્રી પ્રણવ મુખરજી અને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના નામ ચર્ચામાં છે.
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે શનિવારના રોજ એક સવાલના જવાબમાં પોતાની ઉમેદવારીથી ઈન્કરા નથી કર્યો. આ અંગે પૂછતા તેમને એટલું જ કહ્યું કે "સમયની રાહ જુઓ"