Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 01:22:59 AM IST
 

સંસદમાં પણ સચિન સફળ રહેશે:લતા મંગેશકર

Apr 29, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Cricket Sachin tendulkar BCCI Sonia Gandhi Congress Lata Mangeshkar Bollywood Rajya sabha comment     E-Mail     Print    
 
Viewed: 2611
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

નવી દિલ્હી, તા. 29

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનું નામ રાજ્યસભામાં નામાંકનથી મચેલા હોબાળાને જરાપણ મહત્વ ન આપતા સૂર સામાજ્ઞી લતા મંગેશકરે જણાવ્યું કે આ ચેમ્પિયન ક્રિકેટર સારો સાંસદ સાબિત થશે પણ શરત એટલી કે તે પોતાના વ્યસ્ત કાર્યક્રમથી સમય કાઢી શકે.

તેંડુલકર સંસદના મોટા ગૃહ માટે નામાંકન થનાર પ્રથમ સક્રિય ખેલાડી છે. તે આ માટે હકદાર પણ છે પંરતુ ખબર નહીં ક્રિકેટ અને સંસદની વચ્ચે તે સમતોલન કઈ રીતે બેસાડશે. તેમને વધુમાં જણાવ્યું કે સચિન ઘણો વ્યસ્ત રહે છે આતંરરાષ્ટ્રીય સ્તરે પર ઘણું ક્રિકેટ હોવાથી રાજ્યસભાના સેશનમાં નિયમિત હાજર રહેવું ખૂબ મુશ્કેલ હોય. આ સમતોલન બેસાડવું તેમની માટે ઘણું કઠણ હતું. વર્ષ 1999માં રાજયસભા માટે નામાંકિત થયેલ લતાએ પોતાના અનુભવને જણાવતા કહ્યું કે તેમના માટે નિયમિત હાજર રહેવું ખૂબ મુશ્કેલ હતું.  આ 82 વર્ષીય પાશ્વગાયિકાએ જણાવ્યું કે હું રાજ્યસભામાં ખૂબ ઓછી જઈ શકી હતી કારણ કે મારે દરરોજ રેકોર્ડિંગ રહેતી હતી. મારા માટે આ ખૂબ મુશ્કેલ હતું કે મને મારા કાર્યકાળમાં સંસદમાં એક શબ્દ પણ ન બોલ્યો અને ઘણી ટીકાઓ સાંભળી, પરંતુ બધુ મળીને મારો અનુભવ સારો રહ્યો હતો.

તેમને વધુમાં ઉમેર્યું કે, "હું સચિનની ખૂબ મોટી મુરીદ (શિષ્ય)છું, કે એમાં ઘણી સારી અપેક્ષાઓ લગાવી છે. હું ઈચ્છું છું કે કે તેઓ રમતા જ રહે સંન્યાસ ના લે."
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com