Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 11:18:26 PM IST
 

સરકોઝીને ચૂંટણી લડવા ગદ્દાફીએ ૪.૨ કરોડ પાઉન્ડ આપ્યા હતા

Apr 29, 2012 World
 
Tags:   France Election 2012 Nicolas Sarkozy François Hollande Muammar Gaddafi Libyan leader Muammar Gaddafi comment     E-Mail     Print    
 
Viewed: 1277
Rate: 0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, તા. ૨૯

ફ્રાન્સમાં ગયા અઠવાડિયે થયેલી પ્રમુખની ચૂંટણીમાં પહેલા તબક્કાનાં પરિણામો સરકોઝીનાં હાથમાંથી સત્તા સરી જશે તેવો નિર્દેશ કરે છે ત્યારે ૨૦૦૭માં ફ્રાન્સમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણી લડવા લિબિયાના ભૂતપુૂર્વ સરમુખત્યાર કર્નલ ગદ્દાફીએ સરકોઝીને ૪.૨ કરોડ પાઉન્ડ આપ્યા હોવાના અહેવાલોએ સનસનાટી સર્જી છે.

ફ્રાન્સમાં ચૂંટણી લડતા ઉમેદવારો માટે ૬,૩૦૦ પાઉન્ડથી વધારે રોકડ રકમ મેળવવા પર પ્રતિબંધ છે ત્યારે સ્થાનિક ન્યૂઝ વેબસાઇટ મીડિયા પાર્ટ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે પનામા અને સ્વિત્ઝર્લેન્ડમાં રહેલા ઉમેદવારોનાં બેન્કખાતાંઓમાં આવાં ચૂંટણીભંડોળ પેટે જંગી રકમ જમા થતી હોય છે.

૨૦૦૭ની ચૂંટણી લડવા ભંડોળ આપ્યાનો પર્દાફાશ

પેરિસમાં તાજેતરમાં જાહેર થયેલા દસ્તાવેજો એવો નિર્દેશ કરે છે કે ફ્રાન્સના પ્રમુખ સરકોઝી અને લિબિયાના ગદ્દાફી વચ્ચે ૨૦૦૭માં સત્તા પર આવવા માટે મોટાપાયે સોદાબાજી થઈ હતી અને ગદ્દાફીએ સરકોઝીને ચૂંટણી જીતવા જંગી રકમ આપી હતી. અરબી ભાષામાં લખાયેલી અને ગદ્દાફીના ભૂતપૂર્વ ઇન્ટેલિજન્સ ચીફ મુસા કુસ્સાની સહીવાળી ૨૦૦૬માં લખાયેલી નોંધ એવું જણાવે છે કે નિકોલસ સરકોઝીને પ્રમુખની ચૂંટણી લડવા માટે ૫ કરોડ યુરો જેટલી રકમ ગદ્દાફીએ આપી હતી. ચુૂંૂટણીભંડોળ મેળવવા માટે સરકોઝી અને તેના સાથીએ લિબિયાની ઘણી વખત મુલાકાત લીધી હતી.

૬ ઓક્ટોબર, ૨૦૦૫માં લખાયેલી એક નોંધમાં જણાવાયું હતું કે એનએસને પ્રચારભંડોળ આપવામાં આવ્યું છે જેમાં 'એનએસ' એટલે નિકોલસ સરકોઝીનો ઉલ્લેખ કરાયો હતો. ૨૦૦૫માં તેઓ ઇન્ટિરિયર મિનિસ્ટર હતા અને ૨૦૦૭ની ચૂંટણી લડવાના ઉમેદવાર હતા. સરકોઝીની પાર્ટી યુએમપીના નેતા જિન ફ્રાન્કોઇસ કોપની બહેનનાં નામે રહેલાં સ્વિસ ખાતાંમાં આ રકમ જમા કરવામાં આવી હતી. ઝિયાદ ટકેડાઈન નામના શસ્ત્ર સોદાગર દ્વારા આવી રકમ વહેંચવામાં આવી હતી. આરબ શાસકો અને ફ્રાન્સના રાજકારણીઓ વચ્ચે તે વચેટિયાની ભૂમિકા નિભાવતો હતો.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com