નવી દિલ્હી, તા. ૨૯
ભારત સરકાર દ્વારા આર્િથક સુધારા આગળ ધપાવવાની મંદ ગતિ અને નીતિવિષયક નિર્ણયો લેવામાં થતા વિલંબનું કારણ આગળ ધરીને ગ્લોબલ રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ દ્વારા ગયા અઠવાડિયે ભારતનું રેટિંગ આઉટલૂક ઘટાડીને નેગેટીવ કરવામાં આવ્યું હતું. ભારતનાં આઉટલૂકમાં ઘટાડાની નકારાત્મક અસરો શેરબજારમાં જોવા મળી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે એફઆઈઆઈ દ્વારા એપ્રિલ મહિનામાં દેશનાં સ્ટોક માર્કેટમાંથી રૃ. ૭૭૭ કરોડનું રોકાણ પાછું ખેંચવામાં આવ્યું હતું. દેવાં-બજારમાંથી એપ્રિલમાં રૃ. ૨,૧૧૧ કરોડ પાછા ખેંચાયા હતા. જોવાની વાત એ છે કે આ જ એફઆઈઆઈ કેલેન્ડરવર્ષના પહેલા ત્રણ મહિનામાં આપણા શેરબજાર માટે બુલીશ હતી અને તેણે ભારતનાં બજારોમાં અઢળક નાણાં ઠાલવ્યાં હતાં. એફઆઈઆઈ કોઈ પણ મહિનામાં નેટ સેલર્સ હોય તેવી નવેમ્બર ૨૦૧૧ પછીની આ પહેલી ઘટના છે.
એસ એન્ડ પીએ આઉટલૂક ઘટાડયા પછીની નેગેટીવ અસર
ચાલુ મહિનામાં એટલે કે એપ્રિલ મહિનામાં એફઆઈઆઈએ માર્કેટમાંથી રૃ. ૩૯,૦૦૮ કરોડની ચોખ્ખી લેવાલી કરી હતી જ્યારે રૃ. ૩૯,૭૮૫ કરોડની નેટ વેચવાલી કરી હતી, આમ મહિના દરમિયાન રૃ. ૭૭૭ કરોડનું રોકાણ પાછું ખેંચ્યું હતું.
બજારમાંથી એફઆઈઆઈની વેચવાલી માટે બજારના નિષ્ણાતો સરકારના એન્ટિટેક્સ એવોઇડન્સ રૃલ્સને પણ કારણભૂત માની રહ્યા છે. એફઆઈઆઈના કેટલાક ગ્રાહકો ભારતમાં પાર્ટિસિપેટરી નોટ્સ દ્વારા રોકાણ કરતા હોવાથી આ પગલું તેમને માટે પ્રતિકુળ પુરવાર થાય તેવી ભીતિ છે, આ ઉપરાંત વધતી જતી રાજકોષીય ખાધ અને કથળેલી આર્િથક સ્થિતિ પણ જવાબદાર ગણી શકાય.
એસ એન્ડ પીએ આઉટલૂક ઘટાડયા પછીનાં છેલ્લાં ત્રણ ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈ દ્વારા વાસ્તવમાં રૃ. ૧,૩૦૦ કરોડની વેચવાલી કરવામાં આવી હતી. ૨૦૧૨ના પહેલા ત્રણ મહિનામાં એફઆઈઆઈએ દેશમાં રૃ. ૪૩,૯૫૧ કરોડની ખરીદી કરી હતી. ૨૦૧૧નાં કેલેન્ડરવર્ષમાં એફઆઈઆઈએ રૃ. ૨,૭૦૦ કરોડ પાછા ખેંચ્યા હતા.