Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 10:14:23 PM IST
 

કૃત્રિમ બીજથી ગર્ભધારણ : ૫ વર્ષમાં ૬૦૦૦ દંપતીએ સંતાન સુખ મેળવ્યું

Apr 30, 2012 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1112
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા. ર૯

માતૃત્વ. કોઈ પણ સ્ત્રી માટે કદાચ તેની જિંદગીનો સૌથી મોટું સુખ, સૌથી મોટો પ્રસંગ. જે પ્રાપ્ત કરવા માટે કોઈ પણ સ્ત્રી તલસતી હોય છે. પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક યા બીજા કારણોસર અનેક દંપત્તી માતાપિતા બનવાના આનંદથી અલિપ્ત થઈ રહ્યા છે. આ માટેનું સૌથી મોટું કારણ પુરૂષોમાં વધી રહેલી પુરૂષાતનની ખામી - લેક ઓફ ર્ફિટલિટી ગણાવાઈ રહી છે. આ અંગેના તબીબી તારણો તથા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડાઓ દ્વારા આ વાત સાબિત થઈ ચૂકી છે. માત્ર સૌરાષ્ટ્રની જ વાત કરીએ, તો છેલ્લાં પાંચ વર્ષમાં જ આ માટેની તબીબી સારવાર લેનારા અને કૃત્રિમ રીતે બીજ લેનારા દંપત્તીની સંખ્યા ૨૦૦૭માં ૬૦૩ હતી, જે ૨૦૧૧માં વધીને ૧૯૩૫ સુધી પહોંચી છે. છેલ્લા પાંચ વર્ષમાં કૃત્રિમ રીતે બીજ લઈ ગર્ભધારણ કરી છ હજાર દંપતીએ સંતાન પ્રાપ્તિ કરી છે. આ કિસ્સાઓમાં બીજ વીર્યદાતાઓનું હોય અથવા તો માતૃત્વ ધારણ કરવા ઈચ્છતિ મહિલાને તેના પતિનું જ બીજ કૃત્રિમ રીતે મૂકાયુ છે. મહાભારતમાં મર્હિષ વેદ વ્યાસ દ્વારા ચિત્રાંગદ અને વિચિત્રવીર્યની પત્નીઓ અંબિકા તથા અંબાલિકાને નિયોગ પદ્ધતિથી પુત્રો અવતર્યાનો પ્રસંગ આવે છે. રામાયણમાં સીતાજીનો જન્મ, હનુમાનજીનો જન્મ, ઘડામાંથી જન્મેલાં ઋષિ અગત્સ્ય સહિતની કથાઓનો પણ પ્રાચીન ગ્રંથોમાં ઉલ્લેખ છે. મહાકવિ કાલિદાસે પણ 'મેઘદૂત'માં તેમના વીર્યને પાંદડાના પડીયામાં તેમની પત્ની સુધી લઈ જવાની વાત કરી છે. મતલબ, કૃત્રિમ રીતે બીજધારણનો વિચાર એ સાવ જ નવો ન કહેવાય. અલબત્ત, ૨૦-૨૫ વર્ષ પહેલાંની સરખામણીખે કૃત્રિમ બીજધારણ પ્રત્યેનો છોછ ઘટયો છે.

તાજેતરમાં જ જાહેર થયેલાં આંકડાઓ અનુસાર, ભારતીય યુવાનોના વીર્યમાં શુક્રાણુઓની સંખ્યા ૧૦-૧૨ કરોડથી ઘટીને ૨-૩ કરોડે પહોંચી છે. તેમજ શુક્રાણુઓની ગતિશીલતા યાને મોટિલિટી પણ ૧૨૦-૧૨૫ ટકાથી ઘટીને ૭૦-૮૦ ટકા સુધી પહોંચી ગયાનું તેઓ જણાવે છે. જો કે, દર વખતે પુરૂષમાં શુક્રાણુઓની ખામી એકમાત્ર કારણ નથી, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં મહત્વનું કારણ તો એ જ હોય છે. એક અંદાજ મુજબ, સંતાન ન થવાના ૪૦ ટકા કિસ્સાઓમાં જ શુક્રાણુઓની ખામી જવાબદાર હોય છે. જેના ઉપાય તરીકે પતિના વીર્ય પર પ્રક્રિયા કરીને અથવા અન્ય દાતાના શુક્રાણુ દ્વારા સ્ત્રીના અંડકોષનું ફલન કરાવવામાં આવે છે. જો કે, તેમાં પણ સફળતાની સંભાવના ૩૮ થી ૪૫ ટકા હોવાનું તજજ્ઞા જણાવે છે.

દરમિયાન, વીર્યદાન માટે આવનારા પુરૂષોની સંખ્યા વધી રહી છે. પરંતુ તેની સામે શુક્રાણુઓની ઓછી ગતિશીલતાના કારણે અનેક યુવાનોનું વીર્ય ઉપયોગી ન થતું હોવાનું તજજ્ઞાએ જણાવ્યુ હતુ. યુવાનોમાં પૂરતી સમજણ કે જાણકારી ન હોવાના કારણે ધીમે ધીમે તેઓમાં પુરૂષાતનની ખામી સર્જાય રહી છે. જેનાં માટે આર્થિક-સામાજિક બાબતોની ચિંતા, રહેણી કરણી, ખોરાક, મોબાઈલ-લેપટોપનો બેફામ ઉપયોગ સહિતના મુખ્ય કારણો જવાબદાર છે. આ તમામ કારણોના લીધે પુરૂષ ઉપરાંત સ્ત્રીની ઉત્પાદન ક્ષમતા પણ ઘટી રહી છે. જે બાબત ખરેખર ચિંતાજનક ગણાવી શકાય.

બાળકો ન થવા માટે સ્ત્રીને જવાબદાર ઠેરવવામાં આવે છે

રાજકોટ : અનેક દંપત્તીઓને લગ્નના વર્ષો પછી પણ બાળકો ન થતાં હોઈ, તેના માટેનું એકમાત્ર કારણ સ્ત્રીઓનું વંધ્યત્વ ગણાવવામાં આવે છે. પરંતુ ગર્ભાધાન ન થવાના ૯૦ ટકા કિસ્સાઓમાં પુરૂષના શુક્રાણુઓની ખામી જ જવાબદાર હોવાનું તજજ્ઞા જણાવે છે. આ અંગે અગત્સ્ય સ્પર્મ બેંકના કિરણભાઈ એ જણાવ્યુ કે, નિદાન માટે આવનારા દંપત્તીઓમાં માત્ર ૪૦ ટકા જ એવાં દંપત્તીઓ હોય છે જેમને સારવારની જરૂર હોય છે. જે પૈકી અનેક દંપત્તીઓમાં પતિના શુક્રાણુઓ પર જરૂરી પ્રક્રિયા બાદ તેના વડે જ ગર્ભાધાન કરાવી શકાય છે. જ્યારે બાકીના ૬૦ ટકા લોકો માટે યોગ્ય સલાહ અને માર્ગદર્શન કારગત નિવડે છે.

કૃત્રિમ બીજથી સફળતાની સંભાવના ૩૮ થી ૪૫ ટકા

રાજકોટ : અગત્સ્ય સ્પર્મ બેંકના કિરણભાઈ જણાવે છે કે, કૃત્રિમ બીજ દ્વારા સંતાન પ્રાપ્તિની સંભાવના માત્ર ૩૮ થી ૪૫ ટકા જેટલી છે. ૦.૫ કે ૦.૬ મિલી વીર્ય દ્વારા પણ ગર્ભાધાન શક્ય છે. આમ છતાં, કેટલાંક દંપત્તીઓને પ્રથમ વખતમાં સંતાનપ્રાપ્તિ થઈ જાય છે, તો ક્યારેક અગિયારમી વખતે સફળતા મળે છે.

પ્રતિ વર્ષ સારવાર લેનારા
દંપત્તીઓની સંખ્યામાં થતો વધારો

ગુજરાતમાં રાજકોટ ખાતે સૌપ્રથમ વીર્યબેંક સ્થપાયા બાદ પ્રતિવર્ષ સારવાર લેનારા યુગલોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. જે મુજબ અત્યાર સુધીમાં કુલ ૭૫૬૬ દંપત્તીએ અન્ય દાતા દ્વારા, જ્યારે ૧૮૭૮ સ્ત્રીઓને તેમના જ પતિના શુક્રાણુ પર પ્રક્રિયા બાદ ગર્ભાધાન કરાવવામાં આવ્યુ છે.

વર્ષ
સારવાર
પ્રોસેસ 
કુલ
 
લેનારા દંપત્તી
કરાવનારા દંપત્તી
દંપત્તી
૨૦૦૭
૫૧૧
૯૨
૬૦૩
૨૦૦૮
૭૧૧
૨૦૦
૯૧૧
૨૦૦૯
૮૨૪
૩૧૩
૧૧૩૭
૨૦૧૦
૧૦૪૪
૪૫૦
૧૪૯૪
૨૦૧૧
૧૪૧૨
૫૨૩
૧૯૩૫
કુલ
૪૫૦૨
૧૫૭૮
૬૦૮૦
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com