Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 12:18:56 AM IST
 

તળાજાને ધારાસભ્ય માટે સ્થાનિક ઉમેદવાર સિવાય કોઈ જ ન ખપે !

Apr 30, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 424
Rate: 0
Rating:
Bookmark The Article

તળાજા, તા.ર૯

જિલ્લાના તળાજા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળા બાદ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને મંત્રી કિરીટિસંહ રાણાની તળાજા શહેર તાલુકાના ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની બેઠકમાં માત્ર પ૦ % જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેની છાપ આવેલા આગેવાનોમાં ખરાબ પડી હોવાનું અને અંદર ખાને વિખવાદ હોવાનો મત લઈને આગેવાનો ગયા હોવાનું જાણવા મળેલ છે. જેથી સ્થાનીક કક્ષાએ તળાજાનો જ ધારાસભ્ય સિવાય ન ખપે તેવી માંગ ઉઠવા પામી છે.

  • મંત્રી કીરીટસિંહ રાણા સહિતના આગેવાનો સમક્ષ ઉઠેલો પ્રશ્ન

સુત્રોના વધુમાં જણાવ્યા પ્રમાણે આગામી વિધાનસભાને અનુલક્ષીને ઉમેદવારોની પસંદગીને લઈને ઉપસ્થિત મોટાભાગના કાર્યકર્તાઓએ સ્થાનિક અને અડધીરાત્રે આમ જનતા બારણું ખખડાવી શકે અને પ્રશ્નોના હલ કરી શકે તેવા કોઈપણ જ્ઞાતિના ઉમેદવાર પર મોહર મારવા પર ભાર મુક્યો હતો. તળાજા તાલુકાના પ્રજાહીતના કામને લઈને કાર્યકર્તાઓએ પ્રશ્નોની પસ્તાળ પાડી હતી. જેમાં ખાસ નગરપાલીકાને કાયમી ચીફ ઓફિસર ન હોવાથી પ્રજાના કેટલાક કામો ટલ્લે ચડે છે તથા શહેરની રેફરલ હોસ્પીટલમાં જોઈતી સુવિધાનો તદ્દન અભાવ હોય તાત્કાલીક ઘટતુ કરવા રજુઆત કરી હતી.

શહેરમાં સીટી સર્વેની કચેરી દરરોજ કાર્યરત રહે અને પ્રાંત કચેરી દ્વારા જમીન મિલ્કતના પડતર કેસો છે તેનો ઉકેલ આવે તેવા મહત્વના પ્રશ્નોના તાત્કાલીક ઉકેલ લાવવા ભારપૂર્વક જણાવ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com