ભાવનગરતા.૨૯
અસહ્ય મોંઘવારી છતા ફિક્સપગારદાર શિક્ષણ સહાયકોને મોંઘવારીભથ્થુ આપવામાં સરકાર દ્વારા કરવામા આવતી અકોણાઈથી તેઓમાં નારાજગી વ્યાપી ગઈ છે.ફિક્સપગારથી શિક્ષણસહાયકોને જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ બની ગયો છે.
- ફિક્સ પગારથી શિક્ષણ સહાયકોને જીવનનિર્વાહ ચલાવવો મુશ્કેલ, સરકારને તાકાત બતાવવાનો સમય આવી ગયો
હાલમાં નજીવા વેતનથી પ્રાથમિક, ઉચ્ચત્તર પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક કોલેજ કામ કરતા શિક્ષણ સહાયકો માટે કાળઝાળ મોંઘવારી અસહ્ય બની છે.સમાન કાર્ય અને સરખા કાર્યભાર હોવા છતા વળતરમા મોટો તફાવત કેટલે અંશે વ્યાજબી છે..?તેવો સવામણનો સવાલ ઉઠવા પામ્યો છે. એક નવા ઉત્સાહ સાથે શાળા પરિસરને જીવંત અને ધબકતુ રાખવામા ભાગીદાર થતા સહાયકોનો ઉત્સવાહ જાળવી રાખવા માટે યોગ્ય વળતર આપમા રાજ્ય સરકાર અખડા કરી રહ્યાનો બળાપો શિક્ષણ સહાયકો કાઢી રહ્યા છે. શિક્ષણ સહાયકો ઓછા વળતરથી પોતાનુ ગુજરાન ચલાવવામા, ઘરખર્ચામા, ભરણપોષણમા મુશ્કેલી અનુભવી રહ્યા છે. તે એકદમ દિવા જેવી સ્પષ્ટ બાબત છે. શુ ફિકસપગારદાર શિક્ષણ સહાયકોને મોઘવારી નડતી નહિ હોય..? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. હાઈકોર્ટે પણ આ રીતે ફીક્સ પગાર ચુકવણીની નીતિને ગેરવ્યાજબી, ગેરબંધારણીય, મનસ્વી અને રાજ્ય સરકાર દ્વારા થતુ શોષણ ગણી છે. આમ છતા સરકાર હાઈકોર્ટના ચુકાદો અમલ કરવાને બદલે અવગણના કરીને ચુકાદાને ઘોળીને પીય જાય છે.હવે સરકારને તાકાત બતાવવાનો સમય આવી ગયો છે.