Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 20,2013 12:11:26 PM IST
સુદ એકાદશી - નિર્જળા એકાદશી,ગાયત્રી જયંતી
 

ભુજમાં દાયકા પછી પણ અનેક સૂચિત રોડ માત્ર નક્શા પર..!

Apr 30, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 276
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.ર૯

ર૬ જાન્યુઆરી ર૦૦૧નાં ભૂકંપની ૧૧મી વરસી વિત્યા પછી પરંપરાગત જીવનશૈલીમાં વણાયેલાં પાંચ નાકા અને છઠ્ઠી બારી વચ્ચે ૧૯ ચો. કિમીના ભુજ શહેરની હદ વિકાસની સાથે પ૬.૪૦ ચો. કિમી થઈ ગઈ છે, તો બીજીતરફ મહાનગરોની માફક વિકસીત શહેરની સમસ્યાઓ પણ શરૂ થઈ ગઈ છે જેમાં ટ્રાફિક સૌથી વધુ રોજીંદી પરેશાની ઊભી કરતી સમસ્યા તરીકે દિન પ્રતિદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે તેવામાં કેમ્પ રિંગરોડનાં નિર્માણની ગતવિધિ તાજેતરમાં શરૂ થઈ હતી જેના પગલે શહેરનાં ટાઉન પ્લાનીંગ અને ડેવલોપમેન્ટ પ્લાનીંગનાં એક દાયકા પછી પણ માત્ર નક્શાઓની શોભા બની રહેલા માર્ગોનો મુદ્દો લોકચર્ચામાં ઉઠયો છે. ભુજની ભાવિ જરૂરિયાત અને ફોલ્ટલાઈન પર વિકસેલા શહેરમાં તકેદારીને ધ્યાને લઈ પ્લાનીંગમાં રાખવામાં આવેલા ૧૮ મીટરનાં રિંગરોડ અને ૧ર મીટર તેમજ ૯ મીટરનાં આંતરિક રસ્તાઓ સહિતનાં અનેક નાના મોટા માર્ગોની કામગીરી હજુ બાકી છે ત્યારે આ માર્ગોનાં નિર્માણ માટે જવાબદાર તંત્ર પ્રયાસ શરૂ કરે તેવી માગ શહેરીજનો કરી રહ્યા છે.

  • કેમ્પ રિંગરોડની તજવીજથી અન્ય બાકી રોડનાં નિર્માણની માગ

સૂત્રોનાં જણાવ્યાનુસાર ભૂકંપ બાદ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ અસ્તિત્વમાં આવ્યું અને શહેરીજનોનાં પુનર્વસન તેમજ શહેરનાં ટાઉન પ્લાનીંગ અને ડેવલોપમેન્ટ પ્લાનીંગની સ્કીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ભવિષ્યને ધ્યાને રાખી ગામતળના ર૪મીટર, મીડલનાં ૩૦ મીટર અને આઉટર ૩૬ મીટરનાં ત્રણ સ્ટેપમાં રિંગરોડ તેમજ શહેરમાં ૧૮ મીટર, ૧ર મીટર અને ૯ મીટરનાં રસ્તાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાડાની ટીપી-ડીપી સ્કીમનાં મોટાભાગનાં રોડ પૂનવર્સનનાં ધમધમાટ દરમિયાન પૂર્ણ થઈ ગયા પરંતુ તત્કાલીન સમયે કેટલાક રોડ વિવાદમાં તો કેટલાંક અન્યની કામગીરી પાછળથી કરવાનું આયોજન ધડવામાં આવ્યા બાદ બાકી રહી ગયેલા રોડનું નિર્માણ કરવામાં જવાબદાર તંત્રો આજદીન સુધી ઉંણા ઉતર્યા હોવાની ચર્ચા શહેરીજનોમાં ઉઠી રહી છે. જાગૃત નાગરિકોનાં જણાવ્યા પ્રમાણે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળનાં નક્શામાં એકલા સુચિત ૧૮ મીટરનાં જ ૧પથી વધુ રોડ બનાવવાનાં બાકી છે, તત્કાલીન સમયે ભાવિ આયોજનને ધ્યાને રાખીને જ રોડ પ્લાન કરવામાં આવ્યા હતા તેમ છતાં ભાડા અને અન્ય જવાબદાર સરકારી તંત્રો આ રોડ બનાવવામાં અત્યાર સુધી સફળ ના થતાં શહેરમાં ટ્રાફિક તેમજ અન્ય સમસ્યાઓનો શહેરીજનોને સામનો કરવો પડી રહ્યો છે..

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com