Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 20,2013 10:03:56 AM IST
 

ભુજમાં શાંતિદુતના માધ્યમથી પક્ષી બચાવ અભિયાનનો નારો

Apr 30, 2012 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 335
Rate: 1.0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૨૯

 કચ્છમાં પશુ-પક્ષીઓને બચાવવા માટે વિવિધ પ્રકારની ઝુંબેશો ચલાવવામાં આવી રહી છે. ચકલી, મોર, કોયલ, કબુતર જેવાં પંખીઓ કે જેની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે.ત્યારે આ પૈકીનાં કબુતરને બચાવવા માટે તેમજ લોકજાગૃતિ લાવવાના ભાગરૂપે કબુતર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 અનોખી સ્પર્ધા અંગે આઝાદ કબુતર કમિટીનાં અરવિંદસિંહ ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે કબુતર પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી ભુજમાં છેલ્લા ૧૮ વર્ષથી કબુતર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કબુતર સ્પર્ધા કુલ ૫ રાઉન્ડમાં યોજવામાં આવે છે. દર રવિવારનાં યોજાતી આ સ્પર્ધાનો પ્રથમ રાઉન્ડ ચાલુ વર્ષે જથ્થાબંધ માર્કેટ યાર્ડ, દ્વિતીય રાઉન્ડ સુરલભિટ્ટ રોડ, તૃતિય રાઉન્ડ મહિલા કલ્યાણ કેન્દ્ર નજીકના ગ્રાઉન્ડ, ચોથો રાઉન્ડ લેવા પટેલ ગ્રાઉન્ડ તેમજ પાંચમો ફાઇનલ રાઉન્ડ છતરડી તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો.આ સ્પર્ધામાં કુલ ૩૨ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં દરેક સ્પર્ધક ૩ કબુતર સાથે ભાગ લે છે.કચ્છમાં ૨૦૦થી વધુ શોખીનો કબુતર પાળે છે. તેઓને કબુતરના ખોરાક, આરોગ્યની સારવાર સહિતની વિવિધ માહિતી અને માર્ગદર્શન પુરૃં પાડવાના હેતુથી કબુતર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કબુતર સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. જેમાં પ્રથમ વિજેતાને કપ તેમજ રૂપિયા ૪૦૦૦નો રોકડ પુરસ્કાર, દ્વિતીયને કપ તેમજ રૂપિયા ૩૦૦૦નો રોકડ પુરસ્કાર તેમજ તૃતિય ક્રમે આવનાર વિજેતાને કપ અને રૂપિયા ૨૦૦૦નો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વિજેતાઓને ઇનામો પરિમલ ઠક્કર તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યા હતાં. આયોજનને સફળ બનાવવા માટે અરવિંદસિંહ ઝાલા, ઇમરાન બાયડ, રફીક કેવર, રજાક કક્કલ, ઇકબાલ મોખા, દેવરાજ મગા, બાબુ જુમા શેખ સહિતનાં કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

ગુલાંટ પરથી નક્કી થાય છે વિજેતા

ભુજમાં યોજાતિ આ અનોખી કબુતર સ્પર્ધામાં ગુલાંટ મારવાની ઝડપ પરથી વિજેતા નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત એકથી દોઢ મિનિટમાં સૌથી વધુ ઉંચાઇ પર પહોંચી જતું કબુતર પણ વિજેતા બની શકે છે. આ ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકે એન્ટ્રી ફી પેટે રૂપિયા ૨૦૦ ચૂકવવાનાં રહે છે જે આયોજનમાં ખર્ચ કરવામાં આવે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com