વડોદરા, તા.૨૯
શહેર નજીક ખલીપુર ગામના રેલવે ફાટક પાસેના ઝાડ પર આજે સવારે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનના લટકતાં મૃતદેહે કમકમાટીભર્યા દ્રશ્યો સર્જયા હતા.અંતિમવાદી પગલું ભરનાર યુવાન કોણ છે કયા કારણોસર તેને આ પગલું ભયંર્ તે રહસ્ય હજી અકબંધ છે.ત્યારે માંજલપુર પોલીસે આ રહસ્યમય અપમૃત્યુના અંકોડા મેળવવા તપાસ હાથ ધરી છે.
- શરીરના પેટના ભાગે હાથ પર અને ગુપ્તાંગ પર તાર બાંધેલા હતા
શહેર નજીકના ખલીપુર રેલવે ફાટક પાસેના ગાર્ડ રૂમનો કર્મચારી, અવાવરૂ જગ્યા પર યુવાનનો લટકતો મૃતદેહ જોઇ ચોંકી ઉઠયો હતો.આ બનાવ માંજલપુર પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી ખલીપુર ગામના ગ્રામપંચાયતના સભ્ય શૈલેષ સોલંકીએ માંજલપુર પોલીસને જાણ કરી હતી.પોલીસે ઘટના સ્થળે આવી યુવાનનો ઝાડ પર લટકતો મૃતદેહ જોઇ ચોંકી ઉઠી હતી.
યુવાનના પેટના ભાગે પાતળા તાર બાંધી દેવામાં આવ્યા હતા. જયારે ગુપ્તાંગ પર હાથની બન્ને હથેળીના ભાગે પણ પાતળા તાર બાંધી દીધા હતા.યુવાને આવી સ્થિતિમાં અંતિમવાદી પગલં કેમ ભર્યું તે અંગે પણ તરેહ તરેહની શંકા કુશંકાઓ સેવાઇ રહી છે.
જેમાં યુવાન કોઇ તાંત્રિક વિધિ કરવાનો હોઈ અને તેમાં માનસિક સમતુલા ગુમાવી બેસતા આ પગલું ભર્યુ કે પછી યુવાનને કોઇ વ્યકિતઓ બળજબરીપૂર્વક વ્યંઢળ બનાવવાની કોશિશ કરી રહયા હતા કે કેમ તેનો પણ સમાવેશ થાય છે.
દક્ષિણ ભારતની ભાષાનું કાગળ મળી આવતા પોલીસે હાથ ધરેલી તપાસ
વડોદરા :અપમૃત્યુનો ભોગ બનનાર ૩૨ વર્ષીય યુવાનની ઓળખવિધિ થઇ શકી નથી. માંજલપુર પોલીસે તપાસ હાથ ધરતાં યુવાનના પેન્ટમાંથી દક્ષિણભારતની ભાષાનં એક કાગળ મળી આવ્યું હતું.આ ભાષા વાંચવા માટે પોલીસે તેના જાણકારો શોધવા માટે કવાયત હાથ ધરી છે.પોલીસ આ કાગળમાંથી તેના નામ સરનામાની માહિતી મળશે તેવી આશા સેવી રહી છે.