અમદાવાદ, તા.૨૯
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલમાં ફક્ત પાંચ ઇન્ટરનેશલ ફલાઇટ ઓપરેટ થઇ રહી છે. અહીંથી નવા ડેસ્ટિનેશનની ફલાઇટો શરૂ કરવી જોઇએ તેવી મુસાફરોની માગણી છે. ઉપરાંત, ૨૦૧૧ના એપ્રિલથી જાન્યુઆરીમાં અમદાવાદથી ૬,૯૩,૧૭૯ આંતરરાષ્ટ્રીય પેસેન્જરોની મુવમેન્ટ હતી જે ઘટીને ૨૦૧૧-૧૨માં ૬,૧૦,૬૮૮ થઇ ગઇ છે. આમ એક વર્ષમાં જ ૮૨,૪૯૧ પેસન્જરોનો ઘટાડો થયો છે.
- નવા ડેસ્ટિનેશનની ફલાઇટો શરૂ કરવા મુસાફરોની માગણી
- એરલાઇન્સ કંપનીઓ સાથે વાટાઘાટો બાદ નિર્ણયઃ એરપોર્ટ ડિરેક્ટર
- ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ૮૨,૪૯૧ પેસેન્જર ઘટયાં
આંતરરાષ્ટ્ીય એરપોર્ટ ર્ટિમનલ-૨ રૂ. ૩૧૬ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. ૪૧,૦૦૦ સ્કવેર મીટરમાં પથરાયેલા આ ર્ટિમનલમાં ફક્ત પાંચ જ આંતરરાષ્ટ્રીય ફલાઇટો ઓપરેટ થઇ રહી છે. તેમાંય ખાસ કરીને અખાતી દેશોને કનેક્ટ કરતી ફલાઇટો વધુ છે. કેટલાક મુસાફરો મુંબઇ અને દિલ્હી થઇને જવું પડે છે. મુસાફરો ઘટતા હોવાથી આ બાબતને ગંભીરતાથી લઇ એરપોર્ટ ઓથોરિટીએ પણ વિવિધ એરલાઇન્સ સાથે વાટાઘાટો કરવાનો પણ નિર્ણય લીધો છે તેવું એરપોર્ટ ડિરેક્ટર આર.કે સિંઘે જણાવ્યુ હતું.
જેટ એરવેઝે વર્ષ ૨૦૦૮માં અમદાવાદ- લંડનની સીધી ફલાઇટ શરૂ કરી હતી. પરંતુ એર ટ્રાફિક ન મળતા થોડા મહિના બાદ બંધ કરવી પડી હતી. તેવી જ રીતે એર ઇન્ડિયાએ પણ લંડનની સીધી સેવા બંધ કરી દીધી હતી. હાલમાં અમદાવાદથી મુંબઇ થઇને ફલાઇટ ઓપરેટ કરવામાં આવી રહી છે.
થોડા વખત પહેલા ડેલ્ટા એરલાઇન્સ અને લુફથાન્સા એરવેઝે અમદાવાદ એરપોર્ટ પર સર્વે કર્યો હતો. પરંતુ હજું તેઓએ ફલાઇટ શરૂ કરવા ઇન્ટિમેનશન લેટર આપ્યો નથી.
અમદાવાદ એરપોર્ટ પરથી સીધી ફલાઇટો કઈ કઈ
|
એરલાઇન્સ
|
ડેસ્ટિનેશન
|
|
અમિરેટ્સ
|
અમદાવાદ-દુબઇ
|
|
ફલાઇ દુબઇ
|
અમદાવાદ-દુબઇ
|
|
એરઇન્ડિયા
|
અમદાવાદ-કુવેત
|
|
એર અરેબિયા
|
અમદાવાદ-શારજાહ
|
|
સિંગાપોર
|
અમદાવાદ-સિંગાપોર
|
ફલાયર્સ ફિગર્સ
|
જાન્યુઆરી એપ્રિલ-જાન્યુઆરી એન્ડ
|
|
૨૦૧૧ ૨૦૧૨ ૨૦૧૦-૧૧ ૨૦૧૧-૧૨
|
|
ઈન્ટરનેશનલ પેસેન્જર ૮૦,૮૮૬ ૭૯,૭૭૫ ૬,૯૩,૧૭૯ ૬,૧૦,૬૮૮
|
|
ઇન્ટરનેશનલ એરક્રાફટ ૫૬૫ ૫૨૮ ૫,૧૨૦ ૪,૬૬૪
|
ગુજરાતીઓ વસતાં હોય તેવા દેશોનો સર્વે કરાશે
અમદાવાદથી સીધી સેવા શરૂ કરવા માટે ઓસ્ટ્રેલિયા, કેનેડા, સહિત અમેરિકાના શિકાગો, ન્યુયોર્ક, ન્યુજર્સી, લોસ એન્જલસ, ઓર્લેન્ડો, શાનફ્રાન્સિસકો, એટલાન્ટા, ડેલ્લાસ જેવા શહેરોમાં ગુજરાતીઓ વધુ હોવાથી તેનો એરપોર્ટ ઓથોરિટી સર્વે કરશે. ત્યારબાદ એરલાઇન્સ કંપનીઓને વૈકલ્પિક ફલાઇટો શરૂ કરવા માટે રજૂઆત કરાશે.
મારે ધંધાના કામકાજ અર્થે ઓસ્ટ્રેલિયા અને કેનેડા અવારનવાર જવાનું થાય છે, હાલમાં કેનેડાની સીધી ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પરથી ન હોવાથી મુંબઇ અને દિલ્હી થઇને જવુ પડે છે. જો કે અમિરાત્સની ફલાઇટ દુબઇ થઇને ઓસ્ટ્રેલિયા, કેનેડાની સુવિધા આપે છે, પરંતુ તેનું ભાડુ ખુબ વધારે હોય છે.