Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
Jun 19,2013 06:51:56 AM IST
સુદ દસમ - નિર્જળા ભીમ એકાદશી (સ્માર્ત -કેરી)
 

અમદાવાદ ગરમીમાં શેકાયું, રસ્તાઓ સૂમસામ

Apr 30, 2012 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1825
Rate: 1.0
Rating:
Bookmark The Article

અમદાવાદમાં આજે ફરી એક વાર ગરમીનો પારો એક ડિગ્રી ઉંચે ચઢયો હતો જેથી તાપમાન ૪૦.૮ ડિગ્રીએ પહોંચ્યું હતું. શહેરમાં કરફ્યું હોય તેમ લોકોએ ઘરમાંથી નીકળવાનું ટાળ્યું હતું. સાંજે ગરમી ઓછી થતાં લોકોને રાહત થઇ હતી.

  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાતાં બે દિવસ તાપમાન ઘટશે
  • રાજ્યમાં કંડલા એરપોર્ટ પર સૌથી વધુ ગરમી ૪૨.૪ ડિગ્રી નોંધાઈ

પાટનગર ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ૩૯.૫ ડિગ્રીએ રહેતાં લોકો તોબા પોકારી ઉઠયાં હતાં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઇ રહી હોવાથી ઠંડા પવનો ફુંકાશે પરિણામે બે દિવસ બાદ ગરમી ઘટશે.

રાજ્યના સાતેક શહેરોનું તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ ગરમી કંડલા એરપોર્ટ ખાતે ૪૨.૪ ડિગ્રી નોંધાઇ હતી. રાજકોટમાં ગરમીનું પ્રમાણ એકાદ ડિગ્રી વધતાં ૪૦.૫ ડિગ્રી તાપમાન રહ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com