જ્યોતિષ - મહેશ રાવલ
મેષ : લાગણીઓ પર ડંખ લાગતો જણાય. આર્થિક બાબતો અંગે ચિંતા રહે. કાર્ય અંગે, વ્યવસાય અંગે ધાર્યું ન થાય. દાંપત્યજીવનમાં તણાવ, સંતાનોના કામમાં સાનુકૂળતા રહે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે સાનુકૂળતા રહે. તંદુરસ્તી જાળવી શકશો. યાત્રા, પર્યટનમાં વિલંબ. વિઘ્ન દૂર થાય.
વૃષભ : લાગણીઓ દુભાય નહીં તે જોજો. આર્થિક કામકાજો સુધરતા જણાય. નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં સાનુકૂળતા. દાંપત્યજીવનમાં ચિંતા જણાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગેના કાર્યમાં મદદ મળે. સામાજિક પ્રસંગથી સફળતા મળે. તંદુરસ્તી જાળવી શકશો. સંતાન માટે શુભ. પ્રવાસ, પર્યટનમાં તકલીફ, ખર્ચ રહે.
મિથુન : લાગણીઓ પર કાબૂ રાખવો જરૂરી સમજવો. આર્થિક પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશો. વ્યવસાય અંગે ધાર્યું ન થાય. દાંપત્યજીવનમાં સંવાદિતા રહે. પ્રેમ, રોમાન્સ, મિત્રવર્ગ અંગે વ્યથા દૂર થાય. સ્વજનો અંગે ચિંતા રહે. નોકર ચાકરવર્ગ અંગેની ચિંતા દૂર થાય. તંદુરસ્તી જળવાય. પ્રવાસ સફળ રહે.
કર્ક : લાગણીઓની સમસ્યા દૂર થાય. આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળે. વ્યવસાય અંગે સફળતા. દાંપત્યજીવનમાં સંભાળવું. સંતાનના કામમાં વિલંબ. પ્રેમ, રોમાન્સ, મિત્રથી આનંદ રહે. સ્વજનો અંગે મતભેદ દૂર કરજો. નોકર ચાકરવર્ગથી મૂંઝવણ દૂર થાય. તંદુરસ્તી જાળવવી. યાત્રા, પર્યટન અંગે સાનુકૂળતા રહે.
સિંહ : લાગણીઓ દુભાતી જણાય. આર્થિક કામકાજો અંગે કોઈની મદદ જરૂરી. નોકરી વ્યવસાયમાં પ્રગતિ ધીમી જણાય. દાંપત્યજીવન સુખદાયી. સંતાન અંગે ધાર્યું ન થાય. પ્રેમ, રોમાન્સ, મિત્રવર્ગ અંગે ચિંતા રહે. સામાજિક પ્રસંગથી લાભ. તંદુરસ્તી જાળવવી. પ્રવાસ, પર્યટનમાં મુશ્કેલી, ચિંતા રહે.
કન્યા : સુખદ લાગણી અનુભવાય. આર્થિક કામકાજો આગળ વધારી શકશો. નોકરી, વ્યવસાય બંનેમાં લાભદાયી સંજોગ જણાય. દાંપત્યજીવનમાં સંવાદિતા રહે. સંતાનના અંગે મતભેદ રહે. રોમાન્સ મિત્ર અંગે નિરાશા. સામાજિક પ્રસંગમાં મનમેળ રહે. તંદુરસ્તી માટે જાગૃત રહેવું પડે. પ્રવાસથી લાભ, આનંદ મળે.
તુલા : લાગણીઓ પર કાબૂ રાખવો. આર્થિક બાબતોમાં મૂંઝવણ. વ્યવસાય અંગે સારી તક મળે. દાંપત્યજીવનમાં આનંદ. સંતાનના કામમાં વિઘ્ન. સ્વજનોથી આનંદ રહે. પ્રેમ, મિત્ર અંગે વ્યથા, વિઘ્ન દૂર થાય. નોકર ચાકરવર્ગ અંગે મૂંઝવણ રહે. તંદુરસ્તી તરફ ધ્યાન આપજો. યાત્રા, પ્રવાસ અંગે ખર્ચ રહે.
વૃશ્ચિક : લાગણીઓથી આનંદ. આર્થિક પ્રશ્નો અંગે ચિંતા. વ્યવસાય અંગે સફળતા, સાનુકૂળતા રહે. દાંપત્યજીવનમાં વાદવિવાદ દૂર થાય. સંતાનના કામમાં સફળતા મળે. પ્રેમ, રોમાન્સ અંગે ધાર્યું ન થાય. સ્વજનો અંગે મતભેદ ઉકેલાય. તંદુરસ્તી જાળવી શકશો. યાત્રા, પ્રવાસ અંગે આનંદ જણાય.
ધન : લાગણીઓ મૂરઝાતી લાગે. આર્થિક પ્રશ્નોનો સુખદ ઉકેલ મળે. નોકરી, વ્યવસાય ક્ષેત્રમાં સંઘર્ષ. દાંપત્યજીવનમાં સુખદ સ્મરણ રહે. સંતાનના કામમાં સફળતા મળે. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે ચિંતા દૂર થાય. સામાજિક પ્રસંગથી આનંદ મળે. તંદુરસ્તી બગડે નહીં તે જોજો. પ્રવાસ, પર્યટનથી આનંદ રહે.
મકર : લાગણીઓ અંગે સમસ્યા રહે. આર્થિક પ્રશ્નો ઉકેલી શકશો. વ્યવસાય અંગે ધાર્યું ન થાય. દાંપત્યજીવન અંગે મતભેદ રહે. પ્રેમ, રોમાન્સ, મિત્રો અંગે સાનુકૂળતા રહે. કૌટુંબિક સ્વજનોથી મનમેળ ન રહે. નોકર ચાકર અંગે ચિંતા રહે. તંદુરસ્તી જાળવી શકશો. યાત્રા, પ્રવાસ અંગે ખર્ચ, વ્યય રહે.
કુંભ : લાગણીઓ બાબતની ચિંતા દૂર થાય. આર્થિક પ્રશ્નોનો હલ મળે. વ્યવસાય ક્ષેત્રમાં કોઈની મદદ જરૂરી બને. દાંપત્યજીવનમાં મનદુઃખ દૂર થાય. સંતાન અંગેની ચિંતા દૂર થાય. પ્રેમ, રોમાન્સ, મિત્ર અંગે ચિંતા રહે. સામાજિક પ્રસંગ અંગે સાનુકૂળતા રહે. તંદુરસ્તીમાં સાવધાની રાખવી. પ્રવાસમાં લાભ મળે.
મીન : લાગણીઓ દુભાતી જણાય. આર્થિક કામકાજો આગળ વધતાં લાગે. નોકરી, વ્યવસાય ક્ષેત્રે સાનુકૂળતા રહે. દાંપત્યજીવનમાં આનંદ રહે. સંતાનના કામમાં સફળતા, પ્રેમ, રોમાન્સ, મિત્રથી મતભેદ દૂર થાય. સામાજિક પ્રસંગથી લાભ મળે. તંદુરસ્તી જાળવી શકશો. પ્રવાસ આનંદદાયી નીવડે.