Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 06:16:45 AM IST
 

શિલ્પા પોતાના દિયર સામે નવી-નવેલી દુલ્હનની જેમ બેસી ગઈ

Apr 30, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 23104
Rate: 4.3
Rating:
Bookmark The Article

સંબંધોની આરપાર - મીતવા ચતુર્વેદી

પશ્ચિમ અમદાવાદના એક આલીશાન બંગલામાં શિલ્પાનો સુખી-સંપન્ન પરિવાર રહેતો હતો. જેમાં વૃદ્ધ માતા-પિતા, પતિ રાકેશ અને દિયર કેયૂર રહેતાં હતાં. શિલ્પા જ્યારે કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે ડાયમંડનો વેપાર કરતા બિઝનેસમેન રાકેશ સાથે તેનાં લગ્ન થયાં હતાં. શિલ્પાને સ્માર્ટ, હેન્ડસમ, બોડીબિલ્ડર અને હિંમતવાન હોય તેવા કોઈ છોકરા સાથે લવ મેરેજ કરવાં હતાં, પરંતુ સમય-સંજોગ એવા રચાયા કે તે પોતાના સ્વપ્નનો રાજકુમાર શોધે તે પહેલાં જ તેનાં લગ્ન રાકેશ સાથે ગોઠવાયાં. જોકે શિલ્પાએ તેની રાજીખુશીથી જ આ લગ્ન માટે હા પાડી હતી.

રાકેશ દેખાવે સુંદર તથા આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો સીધો-સાદો યુવાન હતો. જ્યારે શિલ્પા પરીકથાઓની પરી સમાન સુંદર યુવતી હતી. વર્ગાકાર ચહેરો, ઘાટીલું નાક, નાનું કપાળ, સુંદર ઘાટી ભ્રમરો, મોટી ચમકદાર આંખો, ચીકણા ગાલ, લાલિમા ધરાવતા હોઠ, લાંબા રેશમી વાળ, ગોરો વર્ણ, ઊંચું કદ, મજબૂત બાંધો અને કોમળ ઘાટીલું શરીર. ખૂબ જ માદક અને મીઠો અવાજ. નાભીથી એક વેંત નીચી પહેરેલી સાડીમાં તો તે સાક્ષાત રતિનો અવતાર લાગે.

એમબીએનો અભ્યાસ પૂરો કર્યા પછી રાકેશે બિઝનેસમાં પિતાનો કાર્યભાર સંભાળી લીધો. આધુનિક વિચારસરણી, ટેક્નોલોજીનું જ્ઞાન અને પોતાની આવડતથી રાકેશે બિઝનેસને સફળતાની ઊંચાઈઓ સર કરાવી. કામકાજમાંથી નિવૃત્ત થયેલાં પિતા અને માતા ભજન-કીર્તન અને ર્ધાિમક યાત્રાઓ કરવામાં સમય વીતાવતાં. જ્યારે કેયૂર હજુ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ઘર કે બિઝનેસની કોઈ જ જવાબદારી તેના માથે ન હતી. તે હજુ પોતાના મસ્તીના દિવસો વીતાવતો હતો. મિત્રો સાથે હરવું-ફરવું અને ભણવું બસ તેને આટલું જ કામ હતું! કેયૂર ફૂટડો યુવાન હતો. સંપૂર્ણપણે આધુનિકતાના રંગે રંગાયેલો હતો, સાથે તેટલો જ માસૂમ પણ હતો. કોલેજની દરેક છોકરીઓ તેની સાથે મિત્રતા કરવા આતુર રહેતી.

દિયર ભાભી વચ્ચે ઘરમાં તુતુ - મૈંમૈં અને મજાક-મસ્તી ચાલ્યા જ કરતી. શિલ્પા કેયૂરને રાકેશ કરતાં પણ વધારે સાચવતી. એક વાર બિઝનેસના કામ માટે રાકેશને અમેરિકા જવાનું થયું. રાકેશ શિલ્પા અને કેયૂરને એકબીજાંની તથા માતા-પિતાની સંભાળ રાખવાનું કહીને અમેરિકા ગયો.

માતા-પિતાનો બેડરૂમ નીચે તથા રાકેશ-કેયૂરના બેડરૂમ ઉપરના માળે હતા. રાતના નવ વાગ્યા હતા. શિલ્પા તેના બેડરૂમમાં જઈ બેડ પર સૂઈને પોતાના કોલેજના દિવસોને યાદ કરતાં કરતાં કેયૂરના વિચારોમાં ખોવાઈ ગઈ. આમેય તેને કેયૂર પ્રત્યે વધારે પ્રેમ અને આકર્ષણ પણ હતું. કેયૂરને પામવાના વિચારો તેના મગજમાં સતત ચકરાવે ચઢયા હતા. હવે તેનો પોતાના પર કોઈ અંકુશ રહ્યો ન હતો. તેણે ફ્રેશ થઈને સાડી પહેરી, રેશમી વાળને ખુલ્લા જ છોડી દીધા અને શૃંગાર કર્યો, જાણે કામદેવતાને વશમાં કરવા જઈ રહી હોય. ત્યારબાદ હળવેકથી પોતાના બેડરૂમની સામે આવેલા કેયૂરના બેડરૂમના દરવાજા સુધી પહોંચી. દરવાજા પર તેણે નોક કર્યું.

આવો ભાભી, કંઈ કામ હતું?” કેયૂરે કહ્યું.

કામ તો કંઈ નથી, પણ મૂડ ઠીક ન હતો. એકલું એકલું લાગતું હતું, તેથી થયું લાવ તારી પાસે બેસું” શિલ્પાએ જવાબ આપ્યો.

શિલ્પા કેયૂરના બેડ પર જાણે નવી-નવેલી દુલ્હન બેસતી હોય તેમ બેસી ગઈ. તે બંને વાતોએ ચઢયાં. શિલ્પા કેયૂરને આજે કેટલીક અંગત વાતો પૂછી રહી હતી. જેમ કે તમારે કોઈ છોકરી સાથે અફેર છે કે નહીં, કોઈ છોકરી ગમે છે કે નહીં, કોઈ છોકરીને કિસ કે આલિંગન આપ્યું છે કે નહીં વગેરે. કેયૂર શરમ અને સંકોચ સાથે નામાં જવાબ આપતો રહેતો અને શિલ્પા સામે આ પ્રકારના જ સવાલો પર સવાલો કરતી રહેતી. સાથે એવી અદાઓ કરતી કે તેના શરીરના દરેક અંગ કેયૂરને ન જોવા હોય તો પણ નજરે ચઢતાં.

હું તને કેવી લાગું છું’ કહીને શિલ્પા કેયૂરને વળગી પડી.

કેયૂરે કહ્યું,”ભાભી તમે આ શું કરી રહ્યાં છો, હું તો તમારો દિયર છું!

દિયર-ભાભીને પ્રેમ ન આપી શકે? આપણે એકબીજાંને પામીએ તેમાં શું ખોટું છે!” કહીને શિલ્પા પોતાની સાડી સહિત શરીર પરનાં એકેએક કપડાં ઉતારવા લાગી. કેયૂર પણ કામને વશ થઈ ગયો. તે પોતાની જાત પર અંકુશ રાખી શક્યો નહીં અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો. આ રીતે દિયર-ભાભી વચ્ચે અનેક વાર શારીરિક સંબંધો બંધાયા. જોકે કેયૂર દરેક વખતે તેના પક્ષમાં નહોતો રહેતો, પરંતુ ભાભીની જિદ્દને વશ થઈ જવું પડતું.

રાકેશ અમેરિકાથી પાછો આવ્યો. ત્યારબાદ આ સંબંધો પર લગામ આવી. કેયૂર હવે ઘરે ઓછો સમય વીતાવતો. સવારે કોલેજથી તે સીધો ભાઈની ઓફિસે જ જતો. હવે ફરી અમેરિકા જવાનું થયું ત્યારે રાકેશની જગ્યાએ કેયૂર ગયો અને ત્યાં જ સેટલ થઈ ગયો. ભાઈની ગેરહાજરીમાં ઘરે જે પણ કંઈ થયું તેનો ડંખ કેયૂરને અંદર ને અંદર કોરી રહ્યો હતો. જ્યારે શિલ્પાને પણ પોતાના પતિ સાથે દગો અને દીકરા જેવા દિયર સાથે પરાણે બાંધેલા સંબંધોનો પસ્તાવો થઈ રહ્યો હતો. તે બે ભાઈઓના એકબીજાથી દૂર થવાનું કારણ પોતે છે એમ જાણીને દરરોજ આંસુ સારતી.

આટલું ન ભૂલશો

* કેટલાક અયોગ્ય સંબંધ માત્ર બે વ્યક્તિ વચ્ચેના સંબંધોને જ નહીં, પરંતુ પરિવારને પણ ઉજાડે છે.

* સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ પણ સંબંધ હોય, તેમણે એકાંતમાં સાથે સમય પસાર કરવો જોઈએ નહીં.

* કોઈ પણ ભૂલ કે અપરાધમાં પોતે ન ઇચ્છતા હોવા છતાં પણ સામેલ થયા હોઈએ, તો તે પણ અક્ષમ્ય ભૂલ જ છે.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com