Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 23,2013 01:57:50 AM IST
 

ફરાહખાનની ફિલ્મમાં શાહરૂખ અને અભિષેક સાથે

Apr 30, 2012 Entertainment > Bollywood News
 
Tags:   Shahrukh Khan Abhishek Bachchan Farah Khan Bollywood comment     E-Mail     Print    
 
Viewed: 2792
Rate: 2.0
Rating:
Read in English
Bookmark The Article

મુંબઈ 30, એપ્રિલ

ફરાહની આગામી ફિલ્મમાં શાહરૃખ ખાન અને અભિષેક બચ્ચન ચમકે તેવી શક્યતા છે. ફરાહ ખાન અને શાહરૃખ વચ્ચેના સંબંધો ફરી સારા થઇ ચૂક્યા છે. આવી સ્થિતીમાં ફરાહ ખાન શાહરૃખને લઇને નવી ફિલ્મ બનાવા જઇ રહી છે. અભિષેક બચ્ચન પણ આમા કામ કરશે. એવુ જાણવા મળ્યું છે કે આ હાલના ધોરણે હેપ્પી ન્યુ યર રાખવામાં આવ્યું છે પરંતુ મોડેથી આ નામને બદલી શકાય છે.

શાહરૃખ અને અભિષેક આ ફિલ્મમાં નજરે પડશે. કરણ જોહરની કભી અલવીદા ના કહેનામાં પણ આ બન્ને સાથે કામ કરી ચુક્યા છે. અભિષેક અને શાહરૃખ વચ્ચે દુશ્મનાવટ નથી પરંતુ આ બન્ને ક્યારેય સારા મિત્રો પણ રહ્યા નથી. શાહરૃખ ખાને પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મ ચલતે ચલતેમાંથી એશ્વર્યાને અગાઉ પડતી મુકી દિધા બાદ બચ્ચન પરિવારના સંબંધો શાહરૃખ ખાન સાથે સારા રહ્યા નથી. શાહરૃખ ખાન અને ગૌરીખાનને વર્ષ ૨૦૦૭માં અભિષેક અને એશ્વર્યા રાયના લગ્ન વેળા મહેમાનોની યાદીમાં સામેલ કરવામાં આવ્યા ન હતા જેથી તેમની વચ્ચે દુશ્મનાવટ વધી હતી.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com