Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 19,2013 01:09:47 AM IST
 

માનુનીના મનપસંદ સદાબહાર અનારકલી ડ્રેસ

Apr 30, 2012 Supplements > Nari
 
comment     E-Mail     Print    
 
Viewed: 2706
Rate: 2.0
Rating:
Bookmark The Article

ટ્રેન્ડ - માનુષી ચોક્સી
મોડર્ન સ્ટાઇલ ઇન અનારકલી

મોડર્ન સ્ટાઇલ અનારકલીમાં ઓવરલેપ નેક સ્ટાઇલ વધુ મોહક હોય છે. અહીં અમ્બ્રેલા અનારકલી કરતાં કુરતાની લેન્થ અને ઘેરાવો ઓછો હોય છે. જેમાં જુદા જુદા વળાંકોમાં થયેલ ફેબ્રિકનું કટિંગ અને અવનવી નેક સ્ટાઇલ ફેન્ટાસ્ટિક લુક આપે છે. આ ડિઝાઇન અને મટીરિયલ્સમાં સિમ્પલથી માંડીને લક્ઝુરિયસ પેટર્ન સુધીની હાઇ રેન્જ મળે છે.

અમ્બ્રેલા અનારકલી કમીઝ

આ પ્રકારના ડ્રેસમાં કમરથી ટાઇટ ફિટિંગ ધરાવતો લોંગ અમ્બ્રેલા ઘેરનો કુરતો જેમાં એમ્બ્રોઇડરીનું નેટ વર્ક, બોર્ડર વર્ક અને પ્લેન ચૂડીદાર સલવાર સાથે કોન્ટ્રાસ્ટ કલરનો દુપટ્ટો ક્લાસી લુક આપે છે. ફ્રોક ટાઇપના કમીઝ પર ચૂડીદાર સલવાર આકર્ષક ઉઠાવ આપે છે. જો ટ્રેડિશનલ મુઘલ સ્ટાઇલ પસંદ કરવા માગતા હો તો ફુલ ટ્રાન્સપરન્ટ સ્લિવનો કુરતો સુંદર લુક આપે છે.

અનારકલી વિથ પ્રિન્ટેડ દુપટ્ટા

જો કોઈ પાર્ટી કે શુભ પ્રસંગ માટે આઉટફિટ ખરીદવા માગતા હો તેમજ સિમ્પલ સાથે એટ્રેક્ટિવ લુક આપવા માગતા હો તો આપના માટે આ ચોઇસ બેસ્ટ છે. જેમાં પ્લેન કુરતામાં કુરતાના કલર સાથે મેચ થતું બોર્ડર વર્ક કરેલું હોય છે અને દુપટ્ટો પ્રિન્ટેડ હોય છે. આખા ડ્રેસનો ગેટઅપ દુપટ્ટાથી આવે છે. અહીં ટામેટાં રેડ તેમજ ડાર્ક બ્લૂ સાથે ગોલ્ડન બોર્ડર વર્ક ક્લાસી લુક આપે છે.

અનારકલી વિથ નેટ ફેબ્રિક

અનારકલી સલવાર કમીઝમાં પણ ફેબ્રિકના મટીરિયલ્સનો ઉપયોગ થાય છે. અહીં નેટ ફેબ્રિકનો ઉપયોગ થતો હોવાથી આ પ્રકારના ડ્રેસ વધુ કીમતી હોય છે.

આ સલવાર કમીઝમાં પ્રિન્ટેડ ક્લોથ પર નેટનું આવરણ ચડાવવામાં આવે છે. અહીં નેટ ફેબ્રિકનો કલર અંદરના ક્લોથની પ્રિન્ટથી થોડા લાઇટ શેડનો પસંદ કરવામાં આવે છે. લાઇટ કલર શેડની નેટની જાળીમાંથી દેખાતી અંદરના ક્લોથની કલ્ચર ડિઝાઇન ખરેખર યુનિક લુક આપે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com